Abtak Media Google News

ત્રણ તબકકામાં 69511 નાગરિકોને અપાઇ કોરોના વેકિસન

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના 10 ગામોમાં 100 ટકા રસીકરણની સિધ્ધિ હાંસલ કરવામાં આવી છે.  ત્રણ તબક્કાની રસીકરણ ઝૂંબેશ અન્વયે ગ્રામ્ય વિસ્તારના 69511 નાગરિકોને રસી મુકવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પડધરી તાલુકાના કેરાળા, ફતેપર, મોટા રામપર, અમરેલી, મેટોડા, બાઘી, નાની વાવડી, નવા માત્રાવડ, નાના મહિકા અને જસવંતપુર મળી કુલ 10 ગામોમાં 100 ટકા રસીકરણની કામગીરીની સિધ્ધિ, હાંસલ કરવામાં આવી છે. રસીકરણ કામગીરીનું ત્રણ તબક્કામાં આયોજન કરવામાં આવ્યુ હતું. જે મુજબ ત્રણ તબક્કાના અંતે 60 વર્ષ થી ઉપરના પ9131 અને 4પ થી પ9 વર્ષના કોમોર્બીડિટી ધરાવતા 10380 લોકો મળીઅત્યાર  સુધીમાં કુલ 69પ11 લોકોને કોરોના વેકસીન આપવામાં આવેલ છે. ધાર્મિક આગેવાનો/નામાંકિત વ્યકિતઓએ

રસી લઇ અન્ય લોકોને રસી લેવા અપીલ કરી હતી, જેના પરિણામે આ સિધ્ધિ હાંસલ કરી શકાઇ છે. ગ્રામ્ય વિસ્તારના સંતો-મહંતો, હાસ્ય9 કલાકાર ધીરૂભાઇ સરવૈયા અને તેમના 10પ વર્ષના પિતા હરીબાપા સરવૈયા, પ્રખ્યારત હાસ્ય  કલાકાર સાંઈરામ દવે, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા વગેરેએ તેમના સંબંધિત વિસ્તારોમાં કોરોના વેકસીન લીધી હતી અને અન્યોને વેકસીન લેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીથી બચવા માટે રસી લેવી અતિ આવશ્યધક છે, આ રસીની કોઇ પણ પ્રકારની આડઅસર નથી.

10 ગામોમાં 100 ટકા વેકસીનની કામગીરી પૂર્ણ કરવા બદલ જિલ્લા કલેકટર  રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેષ શાહ અને જિલ્લા આર.સી.એચ અધિકારી ડો.મિતેશ ભંડેરીએ આ ગામની સમગ્ર ટીમના આરોગ્યહ કર્મચારી/અધિકારી, આશા, આંગણવાડી બહેનો તેમજ ગ્રામ આગેવાન સભ્યઓને અભિનંદન આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.