Abtak Media Google News

મહાપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં જુદા જુદા ગ્રાઉન્ડ પર  વિશ્ર્વ યોગ દિનની શાનદાર ઉજવણી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ દર વર્ષે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. ૨૧ જુન ૨૦૧૯ના રોજ વિશ્વ યોગા દિનની ઉજવણી શહરેના જુદા જુદા મેદાનોમાં કરાય હતી.

રેસકોર્ષ મેદાન ખાતે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, મેયર બિનાબેન આચાર્ય, જીલ્લા કલેકટર ડો.રાજીવ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડેપ્યુટી કલેકટર પંડયા, ડી.સી.પી. સેની, જાડેજા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કાર્યક્રમના ઇન્ચાર્જ જયમીનભાઇ ઠાકર, કોર્પોરેટર ડો.દર્શિતાબેન શાહ, મીનાબેન પારેખ, વોર્ડ નં.૦૩ના પ્રમુખ હેમુભાઈ પરમાર, વોર્ડ નં.૦૭ના પ્રમુખ જીતુભાઈ સેલારા, મહામંત્રી રમેશભાઈ પંડ્યા, તેમજ વિશાળ સંખ્યમાં યોગ માટે શહેરીજનો, વિદ્યાર્થીઓ, જુદી-જુદી યોગ સંસ્થાના અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ તથા સભ્યો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, આજની ભાગદોડભરી જિંદગીમાં તનમનની તંદુરસ્તી માટે યોગ અપનાવવાની ખુબ જ આવશ્યકતા છે.

કાર્યક્રમના પ્રારંભે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મંચસ્થ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોનું સ્વાગત કર્યું હતું. જયારે આભાર વિધિ આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકરે કરી હતી. આ કાર્યક્રમમાં યુનાઈટેડ ઇન્ટરનેશનલ ગેમ્સમાં યોગાસનમાં પ્રથમ સ્થાન મેળવી રાજકોટનું ગૌરવ વધારનાર  હેત્સી હેમંતકુમાર વસાણીને મંત્રી તથા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા.

સધુવાસવાણી રોડ પર આવેલ રાજપેલેસ સામેના મેદાન ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પૂજારા, કાર્યક્રમના ઇન્ચાર્જ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, કોર્પોરેટર દેવરાજભાઈ મકવાણા, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, જ્યોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઈ ભોરણીયા, રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવિયા, વોર્ડ નં.૦૯ના પ્રમુખ જયસુખભાઈ કાથરોટીયા, વોર્ડ નં.૧૦ના પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી કમલેશભાઈ શર્મા, આશિષભાઈ ભટ્ટ, તેમજ યુવા ભાજપ મંત્રી કુલદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ ચુડાસમા, જાગૃતિબેન ભાણવડિયા, પતંજલિ સંસ્થાના યોગ શિક્ષકો તેમજ વિશાળ સંખ્યમાં યોગ માટે શહેરીજનો, વિદ્યાર્થીઓ, જુદી-જુદી યોગ સંસ્થાના અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ તથા સભ્યો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પારડી રોડ પર આવેલ મેદાન ખાતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, કાર્યક્રમ ઇન્ચાર્જ વર્ષાબેન રાણપરા, કોર્પોરેટર કિરણબેન સોરઠીયા, અનીતાબેન ગૌસ્વામી, વોર્ડના પ્રભારી નીલેશભાઈ જલુ, ભુપતભાઈ બોદર, શહેર ઉપપ્રમુખ કેતન પટેલ, વોર્ડ નં.૧૭ના પ્રમુખ રાજુભાઈ ફળદુ, વોર્ડ નં.૧૮ના પ્રમુખ રાજુભાઈ માલધારી, ભાજપ અગ્રણી વીરેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, પવન સુતરીયા, હિરેન ગૌસ્વામી, ભાર્ગવભાઈ મિયાત્રા, હીરાભાઈ ડાંગર, ઇન્દ્રજીતસિંહ જાડેજા, સંજયસિંહ રાણા, દિનેશભાઈ લીંબાસીયા, હરેશભાઈ જોષી, તેમજ વિશાળ સંખ્યમાં યોગ માટે શહેરીજનો, વિદ્યાર્થીઓ, જુદી-જુદી યોગ સંસ્થાના અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ તથા સભ્યો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નાનામવા ચોકડી સામેના મેદાન ખાતે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કાર્યક્રમના ઇન્ચાર્જ રાજુભાઈ અઘેરા, કોર્પોરેટર જાગૃતિબેન ઘડિયા, વિજયાબેન વાછાણી, જયાબેન ડાંગર, નીતિનભાઈ રામાણી, શહેર ઉપપ્રમુખ રઘુભાઈ ધોળકિયા, પ્રફુલભાઈ કાથરોટીયા, વોર્ડ નં.૦૮ના પ્રમુખ વી.એમ. પટેલ, વોર્ડ નં.૧૧ના પ્રમુખ પ્રવિણભાઈ પાઘડાર, મહામંત્રી કાથડભાઈ ડાંગર, આયદાનભાઈ બોરીચા, બક્ષીપંચના ભરતભાઈ બોરીચા, તેમજ વિશાળ સંખ્યમાં યોગ માટે શહેરીજનો, વિદ્યાર્થીઓ, જુદી-જુદી યોગ સંસ્થાના અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ તથા સભ્યો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રણછોડદાસજી આશ્રમ સામેના મેદાન ખાતે ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, કાર્યક્રમના ઇન્ચાર્જ કોર્પોરેટર મુકેશભાઈ રાદડિયા, કોર્પોરેટર દેવુબેન જાદવ, સજુબેન કળોતરા, પરેશભાઈ પીપળીયા, પ્રીતીબેન પનારા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોર્ડ નં.૦૪ના પ્રમુખ સંજય ગૌસ્વામી, વોર્ડ નં.૦૫ના પ્રમુખ દિલીપભાઈ લુણાગરિયા, મહામંત્રી સિટી પટેલ, કાનાભાઈ, પ્રભાતભાઈ કુંગસીયા, ભાજપ અગ્રણી રમેશભાઈ અકબરી, તેમજ વિશાળ સંખ્યમાં યોગ માટે શહેરીજનો, વિદ્યાર્થીઓ, જુદી-જુદી યોગ સંસ્થાના અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ તથા સભ્યો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેઓને ઓમ શાંતિ સંસ્થાના યોગ શિક્ષકો દ્વારા યોગાભ્યાસ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રજાપતિ બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, શ્રી જયહિન્દ સ્કૂલસ, શ્રી આદિત્ય પ્રાથમિક શાળા ન. ૩૨, શ્રી સ્વામી વિવેકાનંદ શાળા ન. ૭૨, શ્રી આશાપુરા વિદ્યામંદિર, માસુમ વિદ્યાલય,મારુતિ મધરલેન્ડ હાઈસ્કૂલ (સેલ્ફ), શ્રી સરસ્વતી વિદ્યાલય, મઝર ક્ધયા વિદ્યાલય, સંત જ્ઞાનેશ્વર સ્કુલ, પંચશીલ વિદ્યાલય, મંગલ મૂર્તિ વિદ્યામંદિર, શ્રી પ્રજાપતિ વિદ્યાલય, ભૂમિકા વિદ્યાલય, ભારતીય વિદ્યા મંદિર, ભુસણ માધ્યમિક શાળા, શ્રી પોલસ્ટાર સ્કુલ, શ્રી પરિમલ સ્કુલ, શ્રી નાલંદા સ્કુલ, શ્રી પ્રગતિ વિદ્યાલય જોડાયેલ.

પૂ.મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે સફાઈ કામદાર, ટેક્સી/રીક્ષા એસોસીએશનના સભ્યો, આંગણવાડીના બહેનો, દિવ્યાંગો, સ્ટ્રીટ વિન્ડર, વિગેરે માટે યોગ કાર્યક્રમ યોજાશે. ગાંધી મ્યુઝીયમ ખાતે રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, કાર્યક્રમના ઇન્ચાર્જ શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ વિશ્વયોગ દિન નિમીતે ’મહાત્મા ગાંધી મ્યુઝીયમ’ માં સ્પે. કેટીગીરી ના રાજકોટના શહેરીજનો માટે આર્ટ ઓફ લિવિંગના યોગ શિક્ષકો દ્વાર યોગ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન અને અમલીકરણ કરેલ હતુ. દિવ્યાંગો માટેના યોગનુ આયોજન વિરાણી બહેરામૂંગા શાળાના ૮૭ મુકબધિરો તથા વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની ૬૮ પ્રજ્ઞાચક્ષુઓએ ભાગ લીધો હતો. મુકબધિરો માટે ખાસ ઇન્સ્ટ્રકટરની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડના રાંચી શહેરથી લાઈવ શુભેચ્છા પાઠવી હતી. જયારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ શુભેચ્છા પાઠવી. તમામ જગ્યાના યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સૌથી મહાનુભાવોનું પુસ્તકોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.