Abtak Media Google News

નમ્ર-વિનમ્રની જોડી ભકિતમાં રાખે જોડી, ગૂરૂચરણ અને શરણમાં રહેલી આત્મા ભાવોની ધારા ગૂરૂ ઉપકારની દેન છે: અંતરમાં ભાવ હોય એ ભોગ આપી શકે છે, ભોગ સમયનો-શકિતનો સંપતીનો : નમ્રમૂનિ મ.સા.

તપસમ્રાટ નમ્રમૂનિહારાજ સાહેબ, વિનમ્ર મૂની મ.સા. તેમજ પવિત્ર મૂનિ મ. સાહેબ અને સાધ્વીજી મ.સા.નું રાજકોટની ભાગોળે નવાગામ સાત હનુમાન મંદિરની સામે આવેલ તપોભૂમિમાં આગમન થયુ હતુ રાજકોટમાં ચાર્તૂમાસ ગાળવા માટે આવેલા નમ્રમૂનિ મ.સા.એ જૈન શ્રાવકોને પ્રવચનમાં ગુરૂ-શિષ્ય પરંપરા વિશે તેમજ ભોગ છોડવાથી ગૂરૂ યોગ સર્જાય છે જેવા વિષય ઉપર મનનીય પ્રવચન આપ્યું હતુ.

Advertisement

આશરે ૧૬ વર્ષ પહેલા નમ્રમૂની મ.સાહેબે રાજકોટ ખાતે ચાતુર્માસ ગાળ્યો હતો ત્યારે ૧૬ વર્ષ બાદ ચાર્તુમાસ રાજકોટમાં ગાળવાનાં હોય જૈન સમાજમાં અતી ઉત્સાહનો માહોલ છવાઈ રહ્યો છે.

Dsc 0028રાષ્ટ્રસંત તપ સમ્રાટ નમ્રમૂની મહારાજ સાહેબએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતુકે રાજકોટનાં આંગણે જયારે સંતો તેમજ મહાસતીજીનું આગમન થયું છે. ત્યારે ગૂડુંગરસિંહજી મારાજ સાહેબની ૧૯૭મી પૂણ્યતિથિનો અવસર ગોંડલ ખાતે આગામી રવિવારે યોજાવા જઈ રહ્યો છે. રાજકોટનાં ધર્મપ્રેમી ભાવિકોને એટલી પ્રેરણા કરીશ કે આયંબીલની આરાધના દ્વારા દરેક દિવસ તપ સમ્રાટની સ્મૃતિકરે અને એ સ્મૃતિ દ્વારા આયંબીલની આખી ચેઈન ચાલે જયાં સુધી અમા‚ સૌરાષ્ટ્ર વિચરણ છે. ત્યાં સુધી આયંબીલ આરાધના થકી સૌની અંદર આરાધનાનો ભાવ જાગે એવી અમારા તરફથી મંગલ પ્રેરણા છે.

Dsc 0015યુવા વર્ગને સંદેશો છેકે ધર્મ કરી શકાય છે. જો કરવો હોય તો મારાથી થશે કે નહી થાય તે ન વિચારવું જે વિવરીંગ રહે છે. તે કરી શકતા નથી. કરવું જ છે.તે ધર્મ તો શું જગતની કોઈપણ સફળતા મેળવી શકે છે. શાળાના વિદ્યાર્થીઓ માટે સંત સમાગમ ઈચ્છનીય છે. શિક્ષણની સાથે સંસ્કાર પણ હોવા જોઈએ કેમકે શિક્ષણ એ જગતમાં સફળતા અપાવે છે. અને સંસ્કાર પરિવારમાં સમાજમાં અને વિશ્ર્વ લેવલ ઉપર સફળતા અપાવે છે.

Dsc 0013 1આધ્યાતમ અને ટેકનોલોજીને કઈ રીતે જોડી શકાય ? અધ્યાતમમાં ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે સાંકળી શકાય એવા અબતકના સવાલનાં જવાબમાં નમ્રમુની મ.સા. જણાવ્યું હતુ કે અધ્યાત્મ એ આત્માની તરફ જવનાં વિષય છે. ટેકનોલોજી એ સમાજના વિકાસ માટે હોય છે. અધ્યાત્મ તરફ જવું હોય તો તમામ ટેકનોલોજીથી પર થઈ આત્મ તરફ જવાનું છે. અમે સમાજ માટે ધર્મના પ્રભાવ માટે કાર્ય કરવાનું છે. ટેકનોલોજીના ઉપયોગ બંને પ્રકારે કરી શકાય છે.

નમ્રમૂની મહારાજ સાહેબે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતુ કે સિમેન્ટમાં પાણી નાખવાથી તે જામી ગયા પછી કોક્રીટ બને છે. પણ જો સીમેન્ટમાં તેલ નાંખવામાં આવે તો સીમેન્ટ અને તેલ બંને વ્યર્થ જાય છે.

સીમેન્ટને મજબુતી જળથી મળે છે. તેલથી નહી ગૂરૂના પ્રેમ, કૃપા, વાતસલ્ય એ બધુ પાણીનું કાર્ય કરે છે. જેનાથી ગૂરૂનું શિષ્ય સાથે જોડાય મજબુત બને છે. ગૂરૂ શિષ્યનો પ્રેમ સિમેન્ટમાંના પાણી જેવો છે.

સિમેન્ટમાં કોક્રીંટ બનવાની ક્ષમતા હોય છે. પણ જો તેમાં ઓઈલ પડી જાયતો તે મજબુત બની શકતી નથી. પણ ગુરૂ રૂપવાણીનું જળ સિમેન્ટમાં પડે તો જ સિમેન્ટ મજબુતી ધારણ કરે છે. આમ કહી નમ્રમૂની મહારાજ સાહેબેક ગુરૂશિષ્યનાં સબંધો અને તેના આધાર અને પરિણામ વર્ણવ્યા હતા.

Dsc 0008ગૂરથી શિષ્યની જવાબદારી લ્યે છે. ત્યારથી તે દિવસથી શિષ્ય સલામત બની જાય છે.

રાજકોટ વિશે નમ્રમૂની મ. સાહેબે જણાવ્યું હતુ કે રાજકોટ મને મળ્યું માત્ર નથી ફળ્યુ યશ છે. આમ કહી એમણે વિનમ્રમૂની કે જેઓ મુળ રાજકાષટનાં છે એમના તરફ ઈશારો કરી વધુમાં જણાવ્યું હતુકે રાજકોટે મને ગૂરૂ પણ આપ્યા છે અને શિષ્ય પણ આપ્યા છે.

અંતરમાં ભાવ હોય એ ભોગ આપી શકે છે. ભોગ સમયનો, શકિતનો અને સંપતિનો ભોગ અંતર ભાવ વગર શકય નથી.

ભોગ બળે તો ભવ્યતાનો યોગ સર્જાય છે. એમ મ.સા. શ્રાવકોને જણાવ્યું હતુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.