Abtak Media Google News

દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ગઈકાલે યોગીઆદિત્યનાથે શપથ લીધા હતા. આ તકે દેશભરના ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓને વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. તે આમંત્રણને માન આપી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગોવાના મુખ્યમંત્રી મનોહર પરીકર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાવત, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુધરારાજ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડનવીસ સહિતના હાજર રહ્યા હતા. સમારોહમાં હાજરી આપવા પહોંચેલા મુખ્યમંત્રી રૂપાણીએ આ પ્રસંગે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઉપરાંત સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવ સાથે ચર્ચા કરી હતી.20170319 15520104 1

Advertisement


 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.