Abtak Media Google News

પાંચ શખ્સો કારની ડેકીમાં પૂરી અવાવરૂ સ્થળે લઇ જઇ યુવાનને માર મારી અભદ્ર વર્તન કર્યુ

ભાવનગરમાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મુકવા બાબતે પાંચ શખ્સોએ યુવાનને કારની ડેકીમાં અપહરણ કરી અવાવરૂ સ્થળ પર લઇ જઇ છરી પાઇપ વડે હુમલો કરી તેની સાથે અભદ્ર વર્તન કર્યાની ફરીયાદ નિલમ બાગ પોલીસ મથકમાં નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરમાં જુની માણેકવાડી ભરવાડ જ્ઞાતિની વાડી રહેતા અને માલ ઢોર રાખી દૂધનો વ્યવસાય કરતા લખનભાઇ કલાભાઇ રાઠોડ નામના ર૮ વર્ષના યુવાનનું કુલદિપસિંહ યુવરાજસિંહ જાડેજા, દીગુભા સરવૈયા, વિ.કે. આહિર અને બે અજાણ્યા શખ્સો મળી કુલ પાંચ શખ્સોએ યુવાનને કારની ડેકીમાં પૂરી બોરતળાવ સુરદાસવાડ પાસે લઇ જઇ છરી પાઇપ વડે હુમલો કરી દિગુભા સરવૈયાએ અભદ્ર વર્તન કર્યાની ફરીયાદ નિલમ બાગમાં નોંધાઇ છે. લખમન રાઠોડે પોલીસ ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી કુદદિપસિંહ જાડેજાએ ફરીયાદીએ કોર્ણાક રાજપૂત તથા જયદિપ સરવૈયાની ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શું કામ મૂકી અને તેની માફી માગવાનું કહી પાંચેય આરોપી યુવાનનું અપહરણ કરી લઇ જઇ છરીના પગમાં છરકા મારી અને પાઇપ તથા ઢીકા પાટુનો માર માર્યો હતો.  ત્યારબાદ ફરીયાદીના કાકાને ફોન કરી લઇ જવાનું જણાવ્યું હતું. પોલીસે કુલદિપસિંહ જાડેજા, દિગુભા સરવૈયા, વિ.કે. આહિર અને અન્ય બે અજાણ્યા સહિત પાંચ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.