Abtak Media Google News

ફોન કરી સમાધાન માટે બોલાવી છરીના ઘા ઝીંકી દીધા

ઉનામાં પોર્ટ વિસ્તારમાં રહેતા યુવાન પર અંજાર રોડ પર રહેતા શખ્સે પોતાના નાનીના ઘર પાસેથી કેમ નીકળે છે તેમ કહી ઝઘડો કર્યા બાદ ફોન કરી કંસારી બાયપાસ પાસે બોલાવી છરી વડે હુમલો કરતા યુવાનને સારવાર અથે ઉના બાદ અત્રે રાજકોટની સીવીલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉનામાં પોર્ટ વિસ્તારમાં રહેતા શબ્બીર ઇસ્માઇલભાઇ સુમરા નામના ર૬ વર્ષના યુવાન પર અંજાર રોડ પર રહેતા રિયાઝ નામના શખ્સે પેટના ભાગે છરી મારતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ઉના બાદ વધુ સારવાર માટે અત્રે  સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

રિયાઝના નાની પોર્ટ વિસ્તારમાં રહેતા હોય અને શબ્બીર સુમરાને તૂ કેમ માર ઘર પાસેથી નીકળે છે તેમ કહી બોલાચાલી કરી હતી ત્યારબાદ રિયાજે શબ્બીર સુમરાને ફોન કરી વાત કરતા માટે કંસારી બાયપાસ પાસે બોલાવી છરી વડે પેટના ભાગે હુમલો કરતા શબ્બીર સુમરાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ શબ્બીર સુમરા ડ્રાઇવીંગનું કામકાજ કરતો હોય અને પોતાનું ઘર પણ પોર્ટ વિસ્તારમાં જ હોય જેથી અવાર નવાર કામ બાબતે રિયાઝના નાનીના ઘર પાસેથી પસાર થતા રિયાઝે શબ્બીર સુમરા સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ સમાધાન માટે કંસારી બાયપાસ પાસે ફોન કરી શબ્બીર સુમરાને મળવા બોલાવી પેટના ભાગે છરીનો ઘા મારતા યુવાન ઢળી પડયો

હતો જેને લોહીયાળ હાલતમાં ઉનાના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં હાલ નાજુક હોવાથી શબ્બીર સુમરાને વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ધટનાની જાણ થતાં ઉના પોલીસ મથકોમાં સ્ટાફ રાજકોટ આવી શબ્બીર સમુરાની ફરીયાદ પરથી ગુનોદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.