Abtak Media Google News

ચાર શખ્સોએ લોખંડના ધોકા પાઇપ વડે માર મારતા નોંધાતો ગુનો

શહેરમાં ગઈકાલે ગોંડલ રોડ નજીક બાઇક પર જતા એક યુવાન પર બાઇકને સાઈડ આપવા બાબતે ચાર શખ્સોએ ડખો કરી લોખંડના ધોકા પાઇપ વડે હુમલો કરતા ઈજા થતા સિવિલમાં ખસેડાયો હતો. બનાવને પગલે સિવિલમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.જ્યારે આ મામલે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તેને શોધખોળ હાથધરી છે.

કોઠારીયા સોલવન્ટમાં હરીદ્વાર સોસાયટી શેરી નં.2માં રહેતા અને કર્મકાંડનું કામ કરતા રજનીશજગદીશભાઈ મહેતા (ઉં.વ.27) એ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં શાહરૂખ ઈસ્માઈલ દલ, જુસુબ દલ ,શહીદ ઈસ્માઈલ દલ અને એજ અજાણ્યો ચાલકના નામો આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે,ગઈકાલે તે રાત્રે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે ગોંડલ હાઈવે પર એક ફર્નીચરના શોરૂમની સામે હથીયારો સાથે ધસી આવેલા ચારેય શખ્સોએ ધોકા સહિતના હથીયારો વડે હુમલો કરતા તેન ઈજા થતા સિવિલમાં ખસેડાયો હતો. બનાવના પગલે હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ આજી ડેમ પોલીસને થતા હોસ્પિટલે પહોંચી ફરીયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.