Abtak Media Google News

ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાની અધ્યક્ષતામાં આજરોજ લોધીકા તાલુકાના યુવા ભાજપની એક મીટીંગનું આયોજન તાલુકા યુવા ભાજપ પ્રમુખ મોરડ વિપુલભાઈ દ્વારા કરવામાં આવેલ. જેમાં જીલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, જીલ્લા ભાજપ રાજકોટ યુવા મોરચાના પ્રભારી મનિષભાઈ સંઘાણી જીલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી રોહિતભાઈ ચાવડા, તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પરાગભાઈ વેકરીયા, મોહિત ખુંટ, રાહુલ કુમાર જાડેજા, અનિ‚ઘ્ધસિંહ ડાભી, પરાક્રમસિંહ જાડેજા, સતિષ ડાંગર, સાગઠિયા જય મંત્રી મહામંત્રી રાહુલ કુમાર જાડેજા, કુંગશીયા નિકુંજ, સોલંકી ધર્મેન્દ્રસિંહ, ગોસાઈ નિખીલપરી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, મોહનભાઈ ખુંટ, હરભમભાઈ કુગશીયા, રા.લો.સં.વા.ચેરમેન મનસુખભાઈ સરધારા, બક્ષીપંચ તાલુકા મોરચાના પ્રમુખ રાજેશભાઈ રાઠોડ, મહામંત્રી મોહનભાઈ ખુંટ, યુવા મોરચાના કાર્યકાર મિત્રો તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહેલ.

પ્રશાંતભાઈ કોરાટે યુવા મોરચાને ચુંટણી સુધી સતત પક્ષની કામગીરીમાં લાગી જવા જણાવેલ. તેમજ શાળા કોલેજોના યુવાનોને જેની પાસે સ્માર્ટ ફોન હોય બાઈક હોય તેવા વધુને વધુ સભ્યો બનાવવા જણાવેલ તો પ્રભારી મનિષભાઈ સંઘાણીએ રાજકોટ જીલ્લા યુવા મોરચાની કામગીરીને બિરદાવેલ સાથે સાથે તાલુકાના પણ વખાણ કરેલ. તેમજ ધારાસભ્યએ સરકારની યોજના રોજગારલક્ષી યોજના મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ, માં અમૃતમ કાર્ડ જેવી સરકારી યોજનાની માહતી પ્રજા સુધી પહોંચાડી વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે તેવી જાહેરાત કરવા યુવા મોરચાને સુચન કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.