Abtak Media Google News

સ્માર્ટફોન બનાવનાર સ્વદેશી કંપની માઇક્રોમેક્સના યુ ટેલીવેન્ચર્સ બ્રોડે પોતાનો નવો સ્માર્ટફોન yu-yunique-2ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનની સેલ ૨૭ જુલાઇ બપોરે ૧૨ વાગ્યા શરૂ થશે. આ એક સસ્તો સ્માર્ટફોન છે આ સ્માર્ટ ફોનને ઓનલાઇન શોપિંગ વેબસાઇટ ફિલ્પકાર્ટ પર જ સેલ કરવામાં આવશે. કંપનીએ આની કિંમત ૫,૯૯૯ રૂપિયા રાખી છે.

આ સ્માર્ટફોનના ફિચર્સની વાત કરીએ તો આમાં ૫ ઇંચની એચડી ડિસ્પલે આપવામાં આવી છે. તેની સાથે ડિસ્પ્લે પર ગોરિલ્લા ગ્લાસ ૩ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યો છે કંપની તરફથી આ ફોનમાં 2GB ની રેમ સાથે ૧.૩ ગીગા હટ્ઝનું ક્વાડકોર મીડીયા ટેકmt 6737 Socપ્રોસેસર અને ગ્રાફીક્સ માટે માલી ટી 720 -mp1 650 ઇન્ટિગ્રેટેડ છે. આ સ્માર્ટફોનમાં 16GBની ઇન્ટરનલ મેમરી પણ રાખવામાં આવી છે. જેેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 64GB સુધી  વધારી શકાશે..

આ ઉપરાંત આ સ્માર્ટફોનમાં FM રેડિયો, બ્લુટુથ, વાઇ-ફાઇ 802.11બી/જી અને યુએસબી કનેક્ટીવી પણ આપવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.