Abtak Media Google News

મોટી ચકરડી અને માટે આવતીકાલથી હરરાજીની પ્રક્રિયા શર

રેસકોર્સના મેદાનમાં દર વર્ષે યોજાતા સાંસ્કૃતિક લોકમેળાના સ્ટોલ અને પ્લોટની ફોર્મ વિતરણ અને પરત લેવાની કામગીરી પૂરી થતાં ડ્રો અને હરરાજીની પ્રક્રિયા શ‚ કરવામાં આવી છે. આજે મધ્યમ અને નાની ચકરડી તેમજ રમકડાના સ્ટોલનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો. આ અગાઉ લોકમેળામાં જાહેરાત અને ઈલેકટ્રીક સ્ક્રોલ તેમજ સિકયુરીટીના ટેન્ડરો ખોલવામાં આવ્યા હતા.આજે પ્રથમ રમકડાના ૧૭૮ સ્ટોલ માટે પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાનીના માર્ગદર્શનમાં કોમ્પ્યુટરાઈઝ ડ્રો થયો હતો. રમકડાના ૧૭૮ સ્ટોલ માટે કુલ ૭૩૬ અરજીઓ આવી હતી. ડ્રો થયા બાદ તમામ અરજદારોના નામો જાહેરમાં મુકવામાં આવ્યા હતા. રમકડા બાદ ૧૪ સ્ટોલ માટે ડ્રો કરવામાં આવ્યો હતો. માટે કુલ ૧૦૦ અરજીઓ આવી હતી.આ ઉપરાંત મધ્યમ અને નાની ચકરડીના પ્લોટ માટે પણ ડ્રો સીસ્ટમથી નામો પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં મધ્યમ ચકરડીમાં ૧૬ લોકો બાકી રહી ગયા હોવાથી તેમાંથી ૨ લોકોને ૧૨ બાય ૧૨ના પ્લોટમાં બે જગ્યા આપવાનો વિકલ્પ દેવાયો હતો. હવે આવતા બે દિવસમાં મોટી ચકરડી અને આઈસ્ક્રીમના સ્ટોલ ફાળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાનીએ કહ્યું હતું કે, લોકમેળામાં પ્લોટ અને સ્ટોલની ફાળવણીની કામગીરી સંપૂર્ણ રીતે પારદર્શક બને અને અરજદારોને કોઈપણ જાતનો વાંધો ન પડે તે માટે તમામ તકેદારી રાખવામાં આવી છે અને કોમ્પ્યુટરાઈઝ ડ્રો સીસ્ટમ દ્વારા જ પ્લોટ અને સ્ટોલની ફાળવણી કરવામાં આવે છે. આવતીકાલે ઈ, એચ અને એફના કુલ ૪૪ પ્લોટની હરરાજી કરવામાં આવશે. ત્યારબાદ તા.૨૮/૭ના આઈસ્ક્રીમ ચોકઠા માટે ૧૬ પ્લોટની હરરાજી થશે. તા.૧૩/૮થી શ‚ થતા જન્માષ્ટમીના લોકમેળા માટે તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે અને તમામ કામગીરીને આટોપવામાં આવી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.