Abtak Media Google News

ફેસબુક ફાઉન્ડર અને સીઇઓ માર્ક ઝૂકરબર્ગે યૂઝર્સના પ્રાઇવેટ ડેટા લીક મામલે મંગળવારે એકવાર ફરીથી માફી માંગી છે. આ વખતે તેઓએ યુરોપિયન યુનિયનના સાંસદોની સામે માફીની અપીલ કરી છે. બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાના ડેટા લીક મામલે ઝૂકરબર્ગ મંગળવારે યુરોપિયન યુનિયનના સાંસદોની સામે હાજર થયા હતા.

101671475 Whatsubjectઝૂકરબર્ગે ડેટા સુરક્ષાને લઇને ઉઠાવવામાં આવેલા પગલાં અંગે જાણકારી આપી. તેઓએ કહ્યું કે, ફેક ન્યૂઝ મામલે ભારત સહિત અન્ય દેશોમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના પ્લેટફોર્મની મદદથી રાજકીય દખલને અટકાવવા માટે સુરક્ષાના અનેક પગલાં ઉઠાવ્યા છે.

Gettyimages 874990472

ઝૂકરબર્ગે યુરોપિયન યુનિયનના સાંસદોને જણાવ્યું કે, ફેસબુકના 2.2 અબજ યૂઝર્સમાંથી 40 કરોડ યૂઝર્સ યુરોપિયન દેશોમાંથી છે.યુરોપિયન યુનિયન લોકોના પર્સનલ ડેટા અને પ્રાઇવસી રાઇટ્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટાં પગલાં હેઠળ 25 મેથી જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન લાગુ કરવા જઇ રહ્યું છે.

Facebook 1(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.