Abtak Media Google News

મે ૨૦૧૯માં વોટીંગ દ્વારા ફેસબુક ચેરમેન ઝુકરબર્ગનું ભાવિ નકકી થશે

ફેસબુકમાં કેટલાક શેરયર હોલ્ડર્સ કંપનીના ચીફ એકસીકયુટીવ માર્ક ઝુકરબર્ગને હટાવવાની વાત કરી છે. આ પ્રસ્તાવનાં સમર્થકોનું કહેવું છેકે કેટલા હાઈપ્રોફાઈલ સ્કેડલ્સ પર ઝુકરબર્ગે યોગ્ય કામગીરી નથી કરી ઈલીનોય રોડ આઈલેન્ડ અને પેસિલ્વેનિયાના સ્ટેટ ટ્રેઝરર્સ અને ન્યુયોર્ક સિટી કંટ્રોલર સ્કોટ સ્ટ્રિંગરે આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. આપ્રસ્તાવ પર આવતા વર્ષે વાર્ષિક મીટીંગ દરમિયાન મે ૨૦૧૯માં વોટીંગ થશે.

Advertisement

ફેસબુકે આ સમગ્ર મામલે હાલ કોઈ ટિપ્પણી કરી નથી સૂત્રો એ જણાવ્યું કે ફેસબુક સોશ્યલ મીડીયાનું એક યોગ્ય માધ્યમ છે. તેની સામાજીક અને અર્થિક જવાબદારી છે કે તે પારદર્શી બને અમેપણ એવી જ માંગ કરીએ છીએ કે કંપનીનો બોર્ડરૂમ સ્વતંત્ર અને જવાબદાર હોય.

પ્રસ્તાવમાં કહ્યું છે કે બોર્ડના અધ્યક્ષ સ્વતંત્ર ન રહે અને નિરીક્ષણની ઉણપને લીધે અમેરિકાની ચૂંટણીમાં રશિયાનાં હસ્તક્ષેપ અને કૈંબ્રેઝ એનાલીટીક ડેટાલીક અંગે ફેસબુકે યોગ્ય કામગીરી ન કરી.

એપ્રીલમાં કરવામાં આવેલી ફાઈલીંગ મુજબ ઝુકરબર્ગ પાસે વોટીંગના ૬૦ ટકા શેયરછે. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે પેસિલ્વેનિયા ટ્રેઝરીમાં કંપની પાસે ૩૮૭૩૭ શેયર છે. તો ટ્રિલિયમ પાસે ૫૩૦૦૦ શેયર છે.

મહત્વનું છેકે માર્ક ઝુકરબર્ગની એફબીમાંથી હકાલપટ્ટી કરવી કે કેમ તે અંગે ૨૦૧૯માં થનારી વાર્ષિક મીટીંગમાં નિર્ણય લેવાશે વોટીંગના પરિણામો બાદ જ નકકી થશેકે ઝુકરબર્ગને હટાવાશે કે નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.