Abtak Media Google News

પરપ્રાંતિય ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નં 600 ભરેલ સ્કોર્પિયો કાર ઝડપી પાડી ગણનાપાત્ર કેસ પકડી પાડતી પડધરી પોલીસ

મ્હે પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્ય બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોંડલ ડિવિઝન એચ. એમ. જાડેજા સાહેબની સુચના મુજબ પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી જુગાર અંગે ની બદીને સંપૂર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા પ્રોહી તથા જુગારની ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અન્વયે પડધરી પો. સ્ટેના પો.સબ.ઇન્સ શ્રી જે વી વાઢિયા તથા સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો સબ ઇન્સ શ્રી જે વી વાઢીયા સાહેબ ને મળેલ હકીકત આધારે પડધરી પો. સ્ટેશનના વિસામણ ગામના પુલ પાસેથી કાળા કલરની સ્કોર્પિયો કાર માંથી નીચે મુજબ નો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી ધોરણ કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement

પાર્ટી સ્પેશિયલ ડીલક્ષ વિસ્કી 750 ML કંપની સીલપેક બોટલ ફોર સેલ ઇન અરુણાચલ પ્રદેશ ઓન્લી લખેલ કાચની બોટલ નંગ 600 અને પેટી નંગ 50 કિ.રૂ. 1,80,000.

ઉપરોકત પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરેલ કાળા કલરની સ્કોર્પિયો કાર રજી. નં. GJ-24-A 3544 કિ.રૂ. 3,00,000 તથા બોટલ નંગ 600 કિ.રૂ. 1,80,000 કુલ મુદ્દામાલ રૂ 4,80,000નો મુદ્દામાલ મળી આવેલ છે તેમજ સદર કાર મુકી નાશી જનાર ચાલક પકડવા પર બાકી રાખેલ છે.

આ કામગીરીમાં પો.સબ.ઇન્સ શ્રી જે. વી. વાઢીયા તથા એ.એસ.આઇ પી.એમ. મંડલી તથા પો.કોન્સ સંજયસિંહ, યુવરાજસિંહ,જયેન્દ્રસિંહ, પ્રભાતભાઈ, અજયભાઈ , હિતેશભાઈ, ડ્રાઈવર અયુબખાન વિગેરે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.