Abtak Media Google News

ગુજરાત રાજય સંગીત અકાદમી અને નૃત્યકલા એજયુકેશન ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ભારતીય શાસ્ત્રીય નૃત્ય મહાકુંભ કલ કે કલાકારનો પ્રારંભ

શહેરનાં હેમુગઢવી મીની ઓડિટોરીયમ ખાતે તા.૧૨ અને ૧૩ ઓકટોબરના રાજે ગુજરાત રાજય સંગીત અકાદમી તેમજ નૃત્યકલા એજયુકેશન ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ભારતીય શાસ્ત્રીય નૃત્ય મહાકુંભ ‘કલ કે કલાકાર’નો પ્રારંભ થયો હતો. જેમાં કાર્યક્રમની શ‚આતમાં ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ તેમજ સંગીત મહાવિદ્યાલયના પીયુબેન સરખેલ દ્વારા દીપ પ્રાગટય કરાયું હતુ તેમજ પ્રથમ દિવસે કલાગુ‚ ભરતભાઈ બારીયા, અક્ષયભાઈ પટેલ, શ્રીમતી સુપ્રવા મિશ્રા તેમજ શ્રીમતિ પૂર્વીબેન શેઠ દ્વારા અલગ અલગ શાસ્ત્રીય નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત કલ કે કલાકાર અંતર્ગત શાસ્ત્રીય નૃત્ય મહોત્સવનાં પ્રથમ દિવસે ગાંધીનગરથી પ્રાચી સાલ્વી, અશ્ર્વિની નાગરફલ્લી, હેમાન્દ્રી ઉપાધ્યાય, હર્ષદા ચૌહાણ, ધર્મેશ ગાંગાણી તેમજ દેવાંશી મહેતાએ સુંદર નૃત્ય કૃતિ રજુ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવમાં શાસ્ત્રીય નૃત્યની પ્રમુખ એસ. શૈલીનો સમાવેશ કરાયો છે. જેમાં મોહિની અટ્ટમ, ભરતનાટયમ, કથક, ઓડિસી તેમજ કુચીપુડીનો સમાવેશ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.