Abtak Media Google News

ત્રિકોણ બાગ ખાતેના પંડાલમાં આ વર્ષે તિ‚પતિ બાલાજીના સ્વ‚પની ૯ ફુટની મૂર્તિ ૧૪ ફુટના સિંહાસન પર સ્થાપના કરાઇ છે. યુનિ. રોડ પર જે. કે. ચોક ખાતે પણ વિશાળ પંડાલમાં ભાવિકો બપ્પાની અદભૂત મૂર્તિના દર્શનાર્થે ઊમટી પડશે.

Dsc 5148આ સિવાય ત્રિકોણબાગ કા રાજા પંડાલ ફેમસ છે જીમી અડવાણીએ અબતકને કહ્યું હતું કે, રાજકોટના ત્રિકોણબાગ ખાતે ગણપતિ બાપાનું દર વર્ષે ભવ્ય સ્વાગત કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ અમારા ગ્રુપ દ્વારા ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગણેશચતુર્થીના પર્વ નિમિતે આજે સ્થાપ્નાનો પ્રથમ દિવસ છે. ત્યારે રાજકોટનું સૌથી પ્રથમ એવું છેલ્લા ૧૮ વર્ષથી આયોજીત ત્રિકોણબાગ કા રાજાનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ એક સાર્વજનીક અને લોકભાગીદારી થતું ગણપતિ પંડાલ છે જેમાં ભકિતનો સાર છે જયા લોકોની મન્નત પુરી થાય છે. તેવી લોકવાઇકા છે તેઓ દર વર્ષે કંઇક નવું લાવે છે તેમ આ વખતે મૂર્તિ ગણપતિ દેવની છે પરંતુ તેમા તિરુપતિ બાલાજીની મુદ્રા દેખાય છે. જે નાસી માં બનાવવામાં છે. જે સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી ગણપતિ છે. ત્રિકોણબાગની મૂર્તિના દર્શન કરવા રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરથી લોકો અહીં જોડાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રોજ અહી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્લડ કેમ્પનું આયોજન છે. સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે. તેમજ સ્વાઇન ફલુના વધતાં જતા આતંકનેલઇ તેમણે સ્પેશિયલ ઉકાણાના વિતરણનું પણ આયોજન કર્યુ છે. સાથે માસ્કનું પણ વિતરણ કરવામાં આવશે.

રાજકોટના ત્રિકોણ બાગ ખાતે ત્રિકોણબાગ કા રાજાનું ભવ્યતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં હીરાબેન શાહ જુઓ એક સ્થાનીક છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ખુબ જ ભકિતભાવથી ગણપતિ દાદાનું પુજા કરી ૧૦ દિવસ સુધી રોજ આરતીમાં તેઓ જોડાય છે. અને ત્રિકોણબાગ કા રાજા દર વષે તેમને ભકિતમય બનાવે છે. ત્યાં હજારો લોકો ગણપતિજીના દર્શનનો લાભ લઇ શકે છે તેથી તેઓએ જીમીભાઇ ના ગ્રુપનો આભાર માન્યો હતો આ પર્વ નિમિતે તેમણે સમાજ માટે બાળકોના સંસ્કારો માટે પૂજા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.