Abtak Media Google News

જામનગર પોલીસે મોરબી પોલીસની મદદથી ગણતરીની કલાકોમાં આંગડીયા લૂંટનો ભેદ ઉકેલવામાં મળી સફળતા: ગીડચના સરપંચ સહિત ચારેયને દબોચી લીધા: લૂંટનો પુરેપુરો મુદામાલ કબ્જે

જામનગરથી રાજકોટ આવી રહેલી આર.સી.આંગડીયા પેઢીની કારને ધ્રોલના જાયવા પાસે આંતરી ‚ા.૫૨ લાખની થયેલી દિલધડક લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે મોરબી પંથકના ચાર શખ્સોને ઉઠાવી લૂંટનો પુરેપુરો મુદામાલ કબ્જે કર્યો છે.

રાજકોટ રેન્જ આઇજી ડી.એન.પટેલના માર્ગ દર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શ‚ કર્યો હતો. વણપરી નજીક આવેલા ટોલનાકાના સીસીટીવી ફુટેજ, કારના નંબર, આંગડીયા કર્મચારીએ જણાવેલા લૂંટારાના વર્ણન અને અગાઉ પકડાયેલા લૂંટારાની યાદી તૈયાર કરી પોલીસે તપાસ હાથધરતા લૂંટારા મોરબી પંથકના હોવાનું બહાર આવતા જામનગર જિલ્લા પોલીસ વડા પ્રદિપ સેજુલની ટીમે મોરબીના ગીડચ ગામના સરપંચ સહિત ચાર શખ્સોની સકંજામાં લઇ પૂછપરછ કરતા લૂંટના બનાવની કબૂલાત આપી દીધી છે.

જામનગર ખાતેની આર.સી.આંગડીયા પેઢીના કર્મચારી હસમુખ મોહન કોડીયા અને મા‚તિ સિયાઝ કારના ડ્રાઇવર વિરમ લાખા ભરવાડ રૂ.૫૨ લાખની રોકડ સાથે રાજકોટ આવી રહ્યા હતા ત્યારે આંગડીયા પેઢીની જી.જે.૩એચઆર. ૬૨૧૦ નંબરની કારને ધ્રોલના જાયવા પાસે મા‚તિ સ્વીફટમાં આવેલા લૂંટારાઓએ આંતરી બે શખ્સો આંગડીયા પેઢીની કારમાં બેસી આંગડીયા પેઢીના કર્મચારી હસમુખભાઇ કોડીયાના લમણે રિવોલ્વર તાકી કારને લતીપર રોડ પર લઇ ગયા હતા.

બંને લૂંટારાઓએ હસમુખભાઇ કોડીયા અને ડ્રાઇવર વિરમભાઇ ભરવાડ પર છરીથી હુમલો કરી આંગડીયા પેઢીની કાર લઇ ભાગી ગયા હતા. બંને લૂંટારાઓએ કારને લતીપર રોડ પર પીયાવા ચોકડી પાસે રેઢી મુકી ‚ા.૫૨ લાખની રોકડ સાથેનું પાર્સલ લઇ પાછળ આવી રહેલી અન્ય કારમાં બંને લૂંટારા બેસી ભાગી ગયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

આંગડીયા લૂંટની ઘટનાના પગલે રાજકોટ રેન્જ આઇજી ડી.એન.પટેલ અને જામનગર જિલ્લા પોલીસ વડા પ્રદિપ સેજુલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધ્રોલ દોડી ગયા હતા. પોલીસની તપાસ દરમિયાન લૂંટારાઓએ રેકી કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવતા લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા જામનગર જિલ્લા પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન મા‚તિ સ્વીફટ રાજકોટ પાસીંગના નંબર હોવાથી પોલીસની એક ટીમ રાજકોટ આરટીઓમાં દોડી આવી હતી. જ્યારે એક ટીમ દ્વારા વણપરી ટોલનાકા પર સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી. જ્યારે ધ્રોલ પોલીસે આંગડીયા પેઢીના બંને કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલા લૂંટારાના વર્ણનના આધારે અગાઉ પકડાયેલા લૂંટારાઓના ફોટા બતાવવામાં આવ્યા હતા.

દરમિયાન લૂંટમાં મોરબી તાલુકાના ગીડચ ગામના સરપંચ સહિતના શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતા જામનગર પોલીસે મોરબી પોલીસને સાથે રાખી સરપંચ સહિત ચાર શખ્સોને સકંજામાં લઇ પૂછપરછ કરતા આંગડીયા લૂંટની કબૂલાત આપી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી લૂંટનો પુરેપુરો મુદામાલ કબ્જે કરી લૂંટમાં આંગડીયા પેઢીના જ કોઇ કર્મચારી ટ્રીપ આપી હોવાની શંકા સાથે ચારેય શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.