Abtak Media Google News

બાથરૂમમાં બંધ કોથળામાં રાખેલા બાળકના રડવાનો અવાજ સાંભળતા ડો. ખેડાવાલાના કરતુતનો ભાંડો ફુટયો.

ધ્રાગધ્રા તાલુકાના રામગઢ ગામે કાંતિલાલ પટેલને ત્યા ખેતરમા મજુરી કામ કરવા આવેલા મુળ છોટાઉદયપુરના રાકેશભાઇ રાઠવાની પત્નિ પ્રેગ્નેન્ટ હતા તેઓને સાંજના સમયે પ્રતૃતિની પીડા થતા પતિ સહિતનાઓ તાત્કાલિક તેઓને ધ્રાગધ્રા રોકડીયા હનુમાન સામે આવેલ ડો.ખેડાવાલાની હોસ્પીટલમા દાખલ કરી તેઓની ડિલવરી કરાવેલ પરંતુ અહિના બેદરકાર ડો.ખેડાવાલા દ્વારા આ અશિક્ષીત પરીવારને તેઓને ત્યા મૃત બાળકનો જન્મ થયો હોવાનુ જણાવી હજારો રુપિયાનો તોડ કરી ત્યાર બાદ ડો.ખેડાવાલા દ્વારા મજુરી કરતા મહિલાના પરીવારને હોસ્પીટલમાથી રજા આપવાનુ જણાવી તબીબ દ્વારા પોતાના બદ ઇરાદા પાર પાડવા મૃત જાહેર કરેલ જન્મેલા નવજાતશીશુને પોતે જ હોસ્પીટલના બાથરુમમા કોથળીમા બંધ કરી મુકી રાખેલ પરંતુ પોતાની જીંદગી પચતાની મુઠ્ઠીમા લઇને આવેલ હોસ્પીટલના બંધ બાથરુમમા પુરેલા આ નવજાતશીશુના રડવાનો અવાજ આવતા અન્ય પેસન્ટ દ્વારા બાથરુમ ખોલાવી તપાસ કરતા હાલમાજ તાજા જન્મેલા બાળકને આ રીતે બંધ બાથરુમમા જોતા કઇક શંકાસ્પદ હોવાનુ જાણવા મળતા ખાનગી હોસ્પીટલમા ચાલતા બાળકોના રેકેનો પદાઁફાસ થયો હતો.

જેથી તુરંત આ જાગૃત નાગરીક દ્વારા ધ્રાગધ્રા સીટી પોલીસને સંપકઁ કરતા સીટી પોલીસના હેડ કોન્સ્ટેબલ ત્યા આવી પહોચ્યો હતા અને તપાસ કરી પ્રથમ આ બાળકને અન્ય હોસ્પીટલમા સારવાર માટે મોકલી આપેલ આ બાબતની જાણ સમગ્ર શહેરમા વાયુવેગે પ્રસરી જતા ડો.ખેડાવાલા દ્વારા પણ તમામ બાબતને રફેદફે કરવા અનેક પ્રયત્નો હાથ ધયાઁ હતા જેમા થોડો અંશે પોલીસ કાયઁવાહીમા તેઓ સફળ પણ રહ્યા છે છતા પણ ડો.ખેડાવાલાના આવા કરતુતોની જાણ છેક રામગઢ ગામે આ બાળકને જન્મ આપેલ મહિલાને થતા તેઓના પરીવાર તુરંત ફરી પાછા હોસ્પીટલે દોડી આવી તપાસ કરતા તેઓનો તાજો જન્મેલ બાળક સુરેન્દ્રનગર ખાતે હોસ્પીટલમા તંદુરસ્ત હોવાનુ જણાવતા આ પરીવાર પોતાના બાળક પાસે પહોચી ગયેલ પરંતુ આ તરફ બેદરકાર અને બાળકભક્ક્ષી ડો.ખેડાવાલા દ્વારા આવુ અમાનુષ્ય કૃત્ય કરતા સમગ્ર શહેરમા આ ખાનગી તબીબ તરફે સવાલોના પોટલા ઉભા થયા છે

જ્યારે અગાઉ પણ આ ખાનગી હોસ્પીટલના તબીબ ભૃણહત્યા તથા ગભઁ પરીક્ષણના મામલે અનેક વખત વારંવાર ચચાઁમા રહી ચુક્યા છે ત્યારે હાલ તો ખાનગી હોસ્પીટલ ચલાવતા તબીબે જીવતા નવજાતશીશુને પોતાના પરીવાર પાસે મૃત જાહેર કરી બાદમા આ જીવીત બાળકને પોતાના કબ્જામા શા માટે રખાયો હતો તેવો ગંભીર સવાલ ઉઠી રહ્યો છે તથા બીજી તરફ પોલીસ દ્વારા પણ આવો ગંભીર ગૃન્હો આચરેલા ખાનગી હોસ્પીટલના તબીબનો માત્ર જવાબ લખી કોઇપણ જાતની કાયઁવાહી નહિ કરી બાળકભક્ક્ષી તબીબને વધુ ગૃન્હો કરવા માટે પ્રોત્સાહન પુરુ પડાયુ છે.

જન્મવેળાએ બાળક મૃત હાલતમાં હતું: ડોકટરનો ઉડાવ જવાબ

ખાનગી હોસ્પીટલના તબીબ ડો.ખેડાવાલા સાથે વાતચીત દરમિયાન ઉઠાવ જવાબમા જણાવેલ કે “જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે બાળક મૃત હતુ અને થોડી કલાકો બાદ પરીવાર પોતાના ઘેર ચાલ્યા જતા બાળકમા જીવ આવ્યો હતો” તો પછી આ તબીબે બાળકને પોતાની હોસ્પીટલના બંધ બાથરુમમા કેમ પુરી રાખ્યુ હતુ ?

અગાઉ આ બાળકભક્ક્ષી તબીબ ખેડાવાલા ભૃણહત્યા તથા ગભઁપરીક્ષણના લીધે અનેક વખત લોકચચાઁમા રહી ચુક્યા છે અને હવે બાળકોને મૃત જાહેર કરી જીવીત બાળકનો ઉપયોગ ક્યા કરતા હશે ?

ખાનગી તબીબ ખેડાવાલા દ્વારા પોતાની સમગ્ર કરતુત ખુલ્લી પડતા ભીનુ સંકેલવાનો પ્રયાસ કરતા કાયદેસર પ્રક્રિયામા થોડા અંશે સફળ પણ રહ્યા છે. તો શુ હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે ન્યાયીક તપાસ થશે ?

સમગ્ર પ્રકરણ ખુલતા લોકોના મોઢે એક જ સવાલ ઉદભવે છે કે ખાનગી હોસ્પીટલના તબીબ આવા કેટલાય જીવીત બાળકોને મૃત જાહેર કરી પરીવાર પાસેથી વિખુટા કરી પછી આ બાળકોને શુ વેચાણ કરવાનુ ષડયંત્ર ચાલતુ હશે ?

ત્યારે હાલ તો જીવીત બાળકના માતા-પિતા દ્વારા પોતાના બાળકની સારવાર બાદ તબીબ પર પણ કાયદેસર કરવાની તૈયારી દશાઁવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.