Abtak Media Google News

મારુતિ સુઝુકી કે જે ભારતમાં સૌથી વધારે વેચાણ ધરાવતી કાર ઉત્પાદક છે. જે હજુ વધારે નવી ૬૬૦ સીસી અલ્ટોની સાથે લોન્ચ થવા જઇ રહી છે. અલ્ટો એક નાનકડા પરંતુ ખૂબ જ શક્તિશાળી એન્જિન સાથે લોન્ચ થશે. અલ્ટો બ્રાંડને ભારતમાં ૭૯૬ સીસી, ત્રણ સિલેંડર એન્જિન સાથે રજુ કરવામાં આવી હતી. આ એન્જિન મૂળ એફ ૮ મોટરમાં તેનો પાવર મેળવે છે. જેણે પહેલા ૮૦૦સીસી સેગમેંટમાં ભારતમાં પોતાની શરુઆત કરી હતી. પછી તેના જીવનમાં ભારત-સ્પેક્ટ અલ્ટોએ એ-સ્ટારથી ઉત્કૃષ્ટ k 10 996સીસી પણ સિલેંડર એન્જિન પણ મેળવ્યુ હતું. મારુતિ આ બંને એન્જિનો સાથે અલ્ટોને વેચવા માટે તૈયાર છે. હાલમાં એવુ લાગે છે કે હવેની પેઢીની કાર અહીંયા એક નવા ૬૬૦સીસી એન્જિન સાથે લોન્ચ કરશે.

વધારે માહિતી હજી મળી નથી પરંતુ અહીં જે કંઇ પણ અમે મારુતિ અલ્ટો ૬૬૦ સીસી મોડલ વિશે અમે જાણીએ તે તમને જરુર જણાવશુ.

મારુતીની આ ગાડીની ડિઝાઇનની વાત કરીએ તો આ ગાડી સામેથી પુરી રીતે અલગ ડિઝાઇન રજુ કરે છે. જે ઇકો ફ્રેંડલીના ઉદેશ્યથી બનાવવામાં આવ્યુ છે. આના સિવાય સામેની તરફ મળે છે. એલઇડી હેડલેંપ, ફોગ લાઇટ એરોડાયનામિક લક્ષણ, નવી ગ્રીલ અને બંપર આપવામાં આવ્યુ છે. અને પાછળથી જોઇએ તો આ ગાડી સ્લીક પેટર્ન સાથે આવશે જેથી ગાડીને પ્રિમીયમ લુક પણ મળશે. હવે વાત કરી એન્જિનની તો એન્જિન 64 bhp નો જબરો પાવર અને 98 nmની જબરદસ્ત ટાર્ક જે આવશે.sસ્પીડ મેન્યુઅલ ટ્રાંસ મિશન સાથે જેનાથી આ ગાડી ૩૦ કિલો/લિટરનું સારુ માઇલેજ જ નહિ પરંતુ ૧૩૫ કિલો/કલાકની સ્પીડ પણ આપશે જે તમને કોઇપણ જગ્યાએ લઇ જવામાં નહીં ચુકે. અને છેલ્લે કિંમતની વાત કરીએ તો આ ગાડી ૨.૬ લાખથી શરુ થશે. અને આવનાર ઓટો એકસ્પોમાં પ્રદર્શિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.