Abtak Media Google News

અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેમાં પાણશીણા, કટારીયા, લીંબડી, બલદાણા, વસ્તડી, સાયલા ચોકડી પાસે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે.

પુરઝડપે દોડતા વાહનો અકસ્માત સર્જી લોકોને ઈજા પહોંચાડી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર વસ્તડીના પાટીયા પાસે એસટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૦ જેટલા મજુરોને ઈજા પહોંચા દવાખાને ખસેડવાયા હતા આ બનાવમાં એસટી બસ અને ટ્રેકટરને ભારે નુકસાન પહોંચ્યું હતુ. આ અકસ્માતમાં પરપ્રાંતીય મજુરોને ભરીને ટ્રેકટર રવાના થયુ હતુ. ત્યારે એસટીબસ સાથે અથડાતા સાત જેટલા લોેકોને ૧૦૮માં સારવાર માટે ખસેડાયા હતા. જયારે ત્રણ વ્યકિતઓને ગંભીર ઈજાઓ થતાં અમદાવાદ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. જયારે આ બનાવ અંગેની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. વઢવાણ તાલુકાના વસ્તડી ગામે પાસે અકસ્માત થતાં ટ્રાફિક જામ થયો હતો. જયારે ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને હાઈવે પર ટ્રાફિક પુર્વવત કરાવ્યો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.