Abtak Media Google News

ગબ્બર નામથી ઓળખાતા ભારતીય ટીમના સ્ટાઇલિશ ઓપનર શિખર ધવનને વાંસડી વગાડતા જોયો. ક્રિકેટના મેદાન પર પોતાના આક્રમક અંદાજમાં સિક્સ અને ફોર ફટકારવાવાળા શિખરે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે શાંત ભાવે બેસીને વાંસડીની મીઠી મીઠી ધૂન વગાડે છે.

ક્રિકેટ જગતના સૌથી ફેશનેબલ ક્રિકેટર્સમાં સામેલ શિખરની જેવી પર્સનાલિટી છે અને જે રીતે તે એગ્રેસિવ બેટિંગ કરે છે તે જોતા તેમનો વાંસડી પ્રેમ ચોક્કસ આશ્ચર્ય પમાડે તેવો છે. એટલું જ નહીં શિખરનો આ શોખ અત્યારનો નહીં પણ ખૂબ જૂનો છે જે તેણે જ ખુદ વીડિયો સાથે જણાવ્યું છે. પાછલા 3 વર્ષથી તો શિખર વાંસડી વગાડવાનું પણ શીખી રહ્યો છે.
તેણે વીડિયો સાથે લખ્યું કે, ‘દોસ્તો આજે હું તમારી સાથે કંઈક શેર કરવા માગુ છું. જે મારા દિલની ઘણું નજીક છે તેમજ મારા વ્યક્તિત્વની બીજી બાજુ છે. પાછલા ત્રણ વર્ષથી હું ગુરુજી વેણુગોપાલજી પાસેથી વાંસડી વગાડવાનું શીખી રહ્યો છું. મારે હજુ ઘણો લાંબો રસ્તો છે પણ ખુશ છું કે મે કમસેકમ તેની શરુઆત તો કરી છે.’ શિખરના આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો તેના આ ટેલેન્ટના વખાણ કરતા થાકતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.