Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ લીમીટેડ દ્વારા સાપ્તાહિક કામગીરીનો રિપોર્ટ જાહેર કરાયો છે.

સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ 10,600 કિ.મી.ની પેનલ્ટી મુજબ કુલ રૂ.3,71,000ની પેનલ્ટી કરવામાં આવી છે. ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ.5,700ની પેનલ્ટી કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ 10 કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચેકીંગ દરમિયાન કુલ 21 મુસાફરો ટીકીટ વિના પકડાતા અંદાજીત રકમ રૂ.2,310નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

બીઆરટીએસ બસ સેવામાં એક્સ મેન તથા સિક્યુરીટી પુરા પાડતી એજન્સી શ્રી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂા.1,374ની પેનલ્ટી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.