Abtak Media Google News

મુબઈ અને રાજકોટના સિંગરો ધૂમ મચાવશે : સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આપી માહિતી

છેલ્લા બે વર્ષ કોરોનાને કારણે રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ ઉજવી શકાયો ન હતો પરંતુ આ વખતે સ્થિતિ બદલાઈ છે અને તહેવારોની ભારે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે સરગમ લેડિઝ કલબે ફરી આ વખતે ધૂમધમાકા સાથે ગોપી રાસોત્સવના આયોજનની જાહેરાત કરી છે . બહેનોના ગરબા માટે કેવરિટ એવા યાનિક રોડ ઉપર આવેલી ધર્મેન્દ્ર કોલેજ (ડી.એચ.) ના મેદાનમાં નવ દિવસ માટે મોટી સંખ્યામાં બહેનો ઝૂમી ઉઠશે . બધે મોંઘવારીની અસર હોવા છ્તા માત્ર ટોકન ફીમાં જ સિઝન પાસ આપવામાં આવશે.

Advertisement

સરગમ લેડીઝ કલબના ડો , ચંદાબેન શાહ , નીલુબેન મહેતા , ડો . માલાબેન કુંડલિયા જણાવ્યું છે કે , તા . 26 મી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર સુધી ડી.એચ.ના મેદાનમાં સુંદર વ્યવસ્થા વચ્ચે ગોપી રાસોત્સવ યોજાશે . આ વખતે પણ સિઝન પાસ માટે ટોકન ફી રાખવામાં આવી છે . સરગમ પરિવારના લેડિઝ સભ્ય હોય તેના માત્ર 10 દિવસના ફક્ત 400 / – રૂપિયા અને સભ્ય ન હોય તેવા બહેનોના ફક્ત 10 દિવસના સીઝન પાસના 500 / – રૂપિયા ફી રાખવામાં આવી છે . આ રાસોત્સવમાં સરગમ કલબના સભ્ય ન હોય તેવા રાજકોટના કોઈ પણ બહેનો 15 વર્ષથી ઉપરના જોડાઈ શકે છે .

આ ગોપી સસોત્સવના ફોર્મનું વિતરણ   આમપાલી લાઈબ્રેરી – આમ્રપાલી મેઈન રોડ પોલીસ ચોકી ઉપર , મહિલા કોલેજ લાઈબ્રેરી  મહિલા કોલેજ ચોક પોલીસ ચોકી ઉપર , એવરેસ્ટ લાઈબ્રેરી શાસ્ત્રી મેદાન પાસે એવરેસ્ટ બિલ્ડીંગ – 101 ) , કેનાલ રોડ સેન્ટર – દેના બેંક ની બાજુમાં કેનાલ મેઈન રોડ , સરગમ ભવન ( ટાવર સેડ જી.ટી. શેઠ હોસ્પિટલ પાસે ) અને સરગમ ક્લબ ઓફીસ જાગનાથ મંદિર ચોક (યાજ્ઞિક રોડ ) ખાતેથી મળી શકશે અને  ફોર્મ તથા ફી ત્યાં જ જમા કરાવવાના રહેશે .

આ રાસોત્સવમાં રોજેરોજ 20 પ્રિન્સેસ અને વેલડ્રેસ ઇનામો આપવામાં આવશે. ડી.એચ. કોલેજના મેદાનમાં આ રાસોત્સવ માટે સુંદર બેઠક વ્યવસ્થા રાખવામાં આવશે અને જડબેસલાક સિક્યુરીટી પણ ગોઠવવામાં આવશે , આનખતે મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા ધૂમધ્યગશે . આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્યા સંત રાજકોટના સોનલ ગઢવી અને નિલેષ પંડ્યા માતાજીનો ગરબા રજૂ કરશે .

અત્રે ઉલ્લેખનીય છે કે , માત્ર બહેનો માટે જ યોજાતા ગોપી સસ બહેનોમાં ઘણા લોકપ્રિય છે અને દર વખતે મોટી સંખ્યામાં બહેનો મવા માટે આવે છે . આ રાસોત્સવ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે . આ વખતે બાળકો માટેના કનૈયાનંદ રાસોત્સવનું આયોજન કરવામા આવ્યું નથી તેની નોંધ લેવા પણ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું છે.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ પરિવારના માર્ગદર્શક અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ ઉકાણી , ભરતભાઇ સોલંકી , જયસુખભાઇ ડાભી , રાજેન્દ્રભાઈ શેઠ , સુરેશભાઇ દેત્રોજા , કૌશિકભાઈ વ્યાસ , મનમોહન પનારા ઉપરાંત લેડિઝ કલબના ડો . ચંદાબેન શાહ , નિલુબેન મહેતા , જસુમતિબેન વસાણી , ડો . માલાબેન કુંડલિયા , અલકાબેન કામદાર , છાયાબેન દવે , ગીતાબેન હીરાણી , સુધાબેન ભાયા હેલીબેન ત્રિવેદી , જ્યોતિબેન રાજ્યગુરુ , જયશ્રીબેન સેજપાલ , કાશ્મીરાબેન નથવાણી , લતાબેન તન્ના , જ્યોતિબેન ટીલવા , ચેતનાબેન સવાજાણી , વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.