Abtak Media Google News
દસ – દસ મોરના મોત મોત નિપજતા ફોરેસ્ટ વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો
મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય પક્ષી મોરની મોટી વસાહત ધરાવતા માળીયા તાલુકાના ઘાટીલા ગામમાં એક સાથે દશ – દશ મોતના મોત નિપજતા ખળભળાટ મચી ગયો છે, અરેરાટી વ્યાપી જાય તેવી આ ઘટનાની જાણ થતાં ફોટેસ્ટ સહિતનો કાફલો ઘાટીલા દોડી ગયો હતો અને રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુનું કારણ જાણવા મૃતદેહોને પીએમ માટે મોકલી અપાયા છે.
Img 20180204 Wa0052
માળીયા તાલુકાના ઘાટીલા ગામમાં કુદરતી આબોહવા અને મોર પ્રત્યે ગ્રામજનોની લગાવ અને સાર સાંભળને કારણે અહીં રાષ્ટ્રીય પક્ષી મોરની બહુ મોટી વસ્તી છે પરંતુ કોઈ કારણોસર ઘાટીલામાં એક મોર, સાત ઢેલ અને બે બચ્ચાના સામુહિક મૃત્યુ થતા નાના એવા ઘાટીલા ગામમાં ચકચાર મચી ગઇ હતી, બાદમાં ઘાટીલા ગામે એક મોર સાત ઢેલ અને બે બચ્ચા મળીને દશ મોરના મૃતદેહો ઘાટીલા ગામના તળાવ પાસે ઝાડીમાં પડ્યા હોવાની જાણ ગામના સરપંચ ચંદુભાઇ વિડજા તથા માળિયા તાલુકા પંચાયત પ્રમુખ અલ્પાબેન વિડજા ને થતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા  પોલીસ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.
Img 20180204 Wa0053
ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચી દશ મોરના મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોરબી લેબોરેટરીએ મોકલી આપ્યા હતા.
Img 20180204 Wa0054
ફોરેસ્ટ વિભાગના બીઆર બારલીયાએ જણાવ્યુ હતુ કે એક મોર સાત ઢેલ અને બે બચ્ચા મળીને દશ મોરના મૃતદેહોનો કબ્જો સંભાળી મોરબી ખાતે હોસ્પિટલમાં પીએમ કરવામાં આવશે ત્યારબાદ સેમ્પલ રાજકોટ મોકલાવામાં આવશે.
Img 20180204 Wa0055
ઉલ્લેખનીય છે કે દરીયાઇ પટ્ટી ઉપર આવેલા માળિયા મીયાણા તાલુકો જેમાં ઘાટીલા વેળાસર, તરધરી, નાનાભેલા જેવા અનેક ગામોમાં મોરની સંખ્યા વ્યાપક જોવા મળે છે અને આજુબાજુના શહેર કે દુરદરાજ થી આ ગામડાઓમાં લોકો મોર જોવા માટે આવતા હોય છે આ તાલુકાની આબોહવા અને ગ્રામજનોને ની મોર પ્રત્યે ની માવજત ખોરાક અને પાણીની નિયમિત વ્યવસ્થા કરતા હોય છે થોડા સમય પહેલા ચાચા વદરડા ગામે ઝેરી ચણ ખાવાથી બે મોરના મોત થયા હતા જયારે ચોમાસામાં વરસાદ સાથે ભારે પવનના કારણે નાનાભેલા ગામે રાતના સમયે તળાવ વચ્ચે તોતીંગ વૃક્ષની ડાળીઓ ટુટવાથી પાંચ મોરના મોત થયા હતા અને સ્થાનિક ગ્રામજનો દ્વારા મોડીરાત્રે તળાવ ના ઉંડા પાણીમાં ઉતરી અનેક મોરના જીવ બચાવ્યા હતા.
Img 20180204 Wa0057જો કે ઘાટીલામાં મોરના સામુહિક મોતનુ કારણ હાલ  બહાર આવ્યું નથી કુદરતી મોત થયા છે કે પછી અન્ય કોઈ કારણે તે પીએમ રિપોર્ટ અને તપાસ બાદ બહાર આવશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.