Abtak Media Google News
  • નેશનલ કોન્કલેવ કાર્યક્રમમાં ર3મી જુનના અમીત શાહ હાજર રહેશે
  • અર્બન કો.ઓ. કે. સેકટરની ભવિષ્યની ભૂમિકા મુદ્દેની ચર્ચામાં બી.એલ. વર્મા અને જ્ઞાનેશકુમારની ઉ5સ્થિતિ

સહકારી ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા, નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેંકસ અને ક્રેડિટ સોસાયટીઝ લિ. (નાફકબ-ન્યુ દિલ્હી) દ્વારા તા. 23મી જુન, ગુરૂવારે, વિજ્ઞાન ભવનમાં અમિતભાઇ શાહ (કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી)ની વિશેષ ઉપસ્થિતિમાં ‘અર્બન કો-ઓપરેટીવ ક્રેડિટ સેકટરની ભવિષ્યની ભૂમિકા’ વિષયક સેમિનારનું આયોજન કરાયેલ છે.

જાણીતા સહકારી અગ્રણી અને નાફકબ અધ્યક્ષ જ્યોતીન્દ્રભાઇ મહેતા જણાવે છે કે, ‘રાષ્ટ્રીય કોન્કલેવમાં 100 વર્ષ જૂની સહકારી બેંકોને કેન્દ્રીય સહકાર મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવશે. તે સહકારી બેંકિંગ મોડલની સફળતાનું જીવતું જાગતું જ્વલંત ઉદાહરણ છે. વિશેષમાં, શહેરી સહકારી બેંકો આગળ વધવા માટે વિવિધ મુશ્કેલીઓ છે જેવી કે, સાર્વજનિક રીતે બજારમાંથી મૂડી એકઠી કરવી, શાખાઓના વિસ્તારની આવશ્યકતા છે. પહેલા રૂા. 750 કરોડનો વ્યવસાય કરવાવાળી શહેરી સહકારી બેંકોને વિશેષ દરજ્જો અપાતો તે હવે બંધ થઇ ગયો છે. આ બધા માટે અમો, કેન્દ્રીય મંત્રીને અનુરોધ કરીશું.’

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં 1500થી વધુ સહકારી બેંકો કાર્યરત છે. ઉપરોક્ત આયોજનને સફળ બનાવવા માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ સેમિનારમાં 1,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.

આર.બી.આઇ.ના નિર્દેશ મુજબ શહેરી સહકારી બેંકોની દેશભરમાં 11,195 શાખાઓ છે. તેમાં પણ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુમાં સર્વાધિક પ્રતિનિધિત્વ કરે છે.

આ રાષ્ટ્રીય કોન્કલેવમાં અમિતભાઇ શાહ (ગૃહ અને સહકાર મંત્રી-કેન્દ્ર), બી. એલ. વર્મા (રાજ્યકક્ષાના મંત્રી-સહકાર મંત્રાલય), જ્ઞાનેશ કુમાર આઇ.એ.એસ. (સેક્રેટરી-સહકાર મંત્રાલય), એચ. કે. પાટીલ (એમ.એલ.એ.કર્ણાટક-ચેરમેન ઇમેરીટ્સ-નાફકબ), જ્યોતીન્દ્રભાઇ મહેતા (અધ્યક્ષ-નાફકબ), વી. વી. અનાસ્કર (ઉપાધ્યક્ષ-નાફકબ), સતીષજી મરાઠે (ડિરેકટર-આર.બી.આઇ.), ડી. એન. ઠાકુર (રાષ્ટ્રીય પ્રમુખ સહકાર ભારતી), એન. એસ. વિશ્ર્વનાથન (રીટાયર્ડ ડેપ્યુટી ગર્વનર-આર.બી.આઇ.), દિલીપભાઇ સંઘાણી (અધ્યક્ષ-એનસીયુઆઇ) ઉપરાંત દેશભરના સહકારી ક્ષેત્રના અનેકવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.