Abtak Media Google News

50થી વધુ બાળ તરવૈયાઓએ તરણ સ્પર્ધામાં ભાગ લીધો : તમામ સ્પર્ધકોને બીરદાવતા મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા

શહેર ભાજપ રમત-ગમત સેલના સંયોજક કૌશીક અઢીયા અને પ્રદેશ ભાજપ રમતગમત સેલના સંયોજક જયદીપસિહ સરવૈયાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે

વિવિધ રમતોના પ્રતિભાશાળી રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે માટે કેન્દ્ર સરકાર અનેક પ્રયોસો કરી રહી છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ રમત અને ફિટનેસને પોતાની દિનચર્યાનો ભાગ બનાવે તેવી લોકોને અપિલ અંતર્ગત ખેલ સંસ્કૃતીનો વિકાસ થાય અને ખેલદીલીને પ્રોત્સાહન મળે તેવા આશયથી સાંસદોને પોત- પોતાના સંસદીય મતક્ષેત્ર ત્માં સાંસદ ખેલ સ્પર્ધા નું આયોજન કરવાનું આહવાન કરેલ.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુરના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ રમત-ગમત સેલ ધ્વારા સાંસદખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત શહેરના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાના નેતૃત્વમાં સાંસદ ખેલ સ્પર્ધા હેઠળ ડો. ડાયાભાઈ કાનજીભાઈ ઉકાણી સ્વીમીગ પુલ, બાલાજી હોલ પાછળ, 150 ફુટ રોડ ખાતે સ્વીમીંગ સ્પર્ધા યોજાયેલ હતી. આ તરણ સ્પર્ધામાં 50થી વધુ બાળ તરવૈયાઓએ ભાગ લીધેલ. આ તકે ઉમેશ રાજયગુરૂ, હીરેન ગોસ્વામી, રમતગમત સેલના કૌશીક અઢીયા, જયદીપસિહ સરવૈયા, જયભાઈ ચૌહાણ, હેમાંશુ મહેતા, માર્વિક ત્રિવેદી, મયંક ત્રિવેદી, મયુર ટોળીયા, કેયુર રાજયગુરૂ, સિધ્ધાર્થ વ્યાસ, ભરતસિહ પરમાર સહીતના ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.