Abtak Media Google News

ગંગાજાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહન દ્વારા પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે, ભરત વાજા  રહે.બંદર રોડ ભાવનગરવાળાએ  બંદર રોડ રાજા સીલેટ પાસે શીતળા માની દેરી સામે બાવળની કાંટમાં ઈંગ્લીશ દારૂ છુપાવેલ છે. તેવી હકીકત આઘારે રેડ કરતા  ઇગ્લીશ દારૂ (૧) એપીસોટ  ક્લાસીક  વ્હીસ્કી ૭૫૦ એમ.એલ બોટલ નંગ-૧૦૮  કિ.રૂ.૩૨.૪૦૦/- મુદામાલ  મળી આવેલ ત્યા આરોપી ભરત વાજા હાજર મળેલ નથી.

આ સમગ્ર કામગીરીમાં ગંગાજળિયા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ ડી. જી. પટેલ તથા  હેડ કોન્સ. હિરણભાઇ બારોટ તથા મહાવીરસિંહ ગોહિલ તથા મિતેષભાઈ જોષી તથા પ્રકાશભાઈ ગોહેલ તથા પો.કોન્સ.હર્ષદસિંહ વાળા તથા રૂપદેવસિંહ રાઠોડ તથા લગ્ધીરસિંહ ગોહિલ તથા ક્રિપાલસિંહ ગોહિલ સ્ટાફનાં માણસો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.