Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટ રેન્ડોનીયર્સ દ્વારા તા . 6 ફેબ્રુઆરી ના રોજ 600 કીમીની સાયકલિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું , રાજકોટ રેન્ડોનીયર્સ ફ્રાન્સની સાયકલિંગ ક્લબ ઑડેક્સ ક્લબ પેરિસિયન તથા ભારતની ઓડેક્સ ઇન્ડિયા રેન્ડોનીયર સાથે સંલન્ન છે , અને આંતર રાષ્ટ્રીય નિયમોનુસાર લાંબા અંતરની સાયકલિંગ ઇવેન્ટનું આયોજન કરે છે , આ ઇવેન્ટને બી.આર. એમ . તરીકે ઓળખવામાં આવે છે જેમાં નિર્ધારિત અંતરનું સાયકલિંગ કોઈ પણ બાહ્ય સપોર્ટ વિના સુનિશ્તિ સમયમાં કરવાનું હોય છે , જે સાયકલિસ્ટ એક વર્ષ માં 200 કીમી , 300 કીમી , 400 કીમી અને 600 કીમીની બી.આર.એમ. પૂર્ણ કરે છે તેમને ” સુપર રેન્ડોનીયર ” નો ખિતાબ આપવામાં આવે છે,

રાજકોટ રેન્ડોનીયર્સ દ્વારા તા.22 જાન્યુઆરી ના રોજ 600 કીમીની બી.આર. એમનું આયોજન થયેલ, આ ઇવેન્ટ દરર્મિયાન ભાગ લેનાર તમામ ને રાજકોટથી જામનગર અને પરત અને ત્યારબાદ સોમનાથ થઇ ને પરત રાજકોટ 600 કીમી સાયકલિંગ કરી માત્ર 40 કલાક માં પરત પહોંચવાનું હોય કુલ 12 સાયકલિસ્ટ આ બી.આર. એમ . પૂર્ણ કરવા રવાના થયેલ કુલ 12 માંથી 11 સાયકલિસ્ટે આ બી.આર , એમ . નિશ્ચિત સમયમાં પૂર્ણ કરી હતી અને સુપર રએન્ડોનીયર્સનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

આ 11 સાયકલવીરોમાં રાજકોટ રેન્ડોનીયર્સના પરાગ તન્ના , આરતી ચાપાણી , સંદીપ મારુ , દિવ્યેશ પટેલ , ઇન્દ્રજીત કૌશિક , રમેશ કાનાણી, બ્રિજેશ મહેતા, કેયૂર જીવાણી, મનીષ પરલીકર, બલરાજ હુંબલ તથા રાણા રોય નો સમાવેશ થાય છે.

રાજકોટ રેન્ડોનીયરના વિજય દોંગાના જણાવ્યા અનુસાર ક્લબના મેમ્બર પરાગ તન્ના એ સત્તત છઠ્ઠી વાર આ ટાઇટલ મેળવ્યું છે . આરતી ચાપાણીએ પાંચમીવાર , સંદીપ મારુ એ ત્રીજી વાર , દિવ્યેશ પટેલ અને ઇન્દ્રજીત કૌશિકે બીજીવાર આ સિદ્ધિ મેળવી છે, અને આગામી તારીખ 29 ના રોજ 600 કીમી બી.આર.એમ. પૂર્ણ કરી ક્લબના સિનિયર સાયકલિસ્ટ પરેશ બાબરીયા આઠમી વાર અને ભાવિક પાઉ બીજીવાર સુપર રેન્ડોનીયરનું ટાઇટલ પોતાના નામે કરશે.

રાજકોટ રેન્ડોનીયર્સ સાયકલિંગ ને પ્રોત્સાહન આપવા અવાર નવાર સાયકલિંગ ઇવેન્ટ નું આયોજન કરતી હોય છે , ક્લબ ના મેમ્બર બનવા અથવા ક્લબ વિષે વધુ માહિતી માટે રાજકોટ રેન્ડોનીયર ના ફેસબૂક પેજ ” ઇન્સ્ટાગ્રામ પેજ ની મુલાકાત લેવા અથવા મો . 93163 32063 પર સંપર્ક કરવા પરાગ તન્ના દ્વારા જણાવવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.