Abtak Media Google News

રાજકોટ જિલ્લા કલેકટરને રૂ. ૨૦ લાખનો ચેક ચેરમેન જયેશ રાદડીયાના હસ્તે અર્પણ કરાશે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવી પડેલા કોરોના વાયરસના સંકટ સામે સહિયારી લડત આપવા મુખ્યમંત્રી રાહત કોષમાં લોકો ઉદાર હાથે ફંડ આપી રહ્યા છે ત્યારે રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયાના સુચનના પગલે રાજકોટ જીલ્લા સહકારી બેંકના તમામ ૧૧૦૦ કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનો નિર્ણય કરેલ છે.

કેબીનેટમંત્રી અને જિલ્લા સહકારી બેકના ચેરમેન જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસની આપતી સામે લડવા દરેક નાગરીકે સરકાર સાથે ખભે ખભા મિલાવી ઉભા રહેવાનો સમય છે. દેશ અને રાજયમાં કોરોનાના આક્રમણને રોકવા કેન્દ્ર સરકાર અને રાજય સરકાર જરુરી તમામ આવશ્યક પગલા ઉઠાવી રી છે ત્યારે સરકારને પણ તન, મન અને ધનથી દરેક નાગરીક સહકાર આપે તે જરુરી છે. આવી સ્થિતિમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકના તમામ ૧૧૦૦ કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનો નિર્ણય કરેલ છે  આ રકમ રૂા ૨૦ લાખ જેવી થાય છે. આ રકમનો ચેક જિલ્લા કલેકટરને અર્પણ કરવામાં આવશે.

જિલ્લા બેંકના જનરલ મેનેજર વી.એમ. સખીયાએ જણાવ્યું હતું કે કુદરતી આફતોના સમયે રાજકોટ જીલ્લા બેંકના કર્મચારી પરિવાર યથાશકિત  મદદ માટે તૈયાર જ રહે છે આ અગાઉ સુનામિ વખતે પણ કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.