Abtak Media Google News

મલ્ટીસ્પેશ્યાલીટી મેડીકલ કેમ્પ યજ્ઞથી 130 ગામોના જરૂરીયાતમંદોને સારવાર ‘સાતા’

તા.9મી એપ્રિલ જે વવાણિયા ગામે અવતરેલ મહાન સંત શ્રીમદ્ રાજચંદ્રજીનો દેહવિલય દિન છે, તે દિવસે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા વવાણિયામાં એક નિ:શુલ્ક મેગા મલ્ટીસ્પેશ્યિાલિટી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 11000 જરૂરિયાતમંદ લોકોને દરેક રોગોની સામાન્યથી લઈને સર્જીકલ એમ દરેક પ્રકારની ઉચ્ચ આધુનિક સારવાર તદ્દન નિ:શુલ્ક આપવામાં આવતાં લોકો ગદ્ગદ થઈ ઉઠ્યા હતાં. આ કેમ્પની પૂર્વ તૈયારી રૂપે તારીખ 6ઠ્ઠી એપ્રિલથી 8મી એપ્રિલ સુધી દિવ્યાંગોની તપાસણી તેમજ સહાયક સાધનો તેમજ કૃત્રિમ અંગોના માપ લઈ લેવામાં આવ્યાં હતા. આથી કેમ્પના દિવસે તેમને તેમના માપ મુજબ વિશિષ્ટ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે તેમના ચહેરા પર દેખાતો હર્ષ કંઈક અલગ હતો. વવાણીયા અને આજુબાજુના 130 ગામોની 2.5 લાખની વસ્તીમાં કુપોષણ અને સ્વાસ્થ્ય જાગૃતિની ડ્રાઇવ કરવામાં આવી હતી.

Advertisement

Screenshot 4 11

પ્રસ્તુત કેમ્પમાં બીજેપી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, રામજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી જશુભાઈ, દિલુભા ઉદયસિંઘ જાડેજા, માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ સવજીભાઈ રાઠોડ, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજાશભાઈ મેરજા, માળિયાના પી.એસ.આઈ. ગઢવી, માળિયાના મામલતદાર પંડ્યા, લક્ષ્મીવાસના સરપંચ પ્રાણજીવનભાઈ ખાવ2 સમર્થન અને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત હતા.શ્રીમદ્ રાજચંદ્રજીની કરૂણાને કાર્યાન્વિત કરતાં તેમના પરમ ભક્ત, માનવતાવાદી સંત અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજીની પ્રેરણા અને માર્ગદર્શનથી યોજાએલ આ કેમ્પમાં મુંબઈ, રાજકોટ, મોરબી, યુએસએ અને કેનેડાનાથી 60 થી વધુ સ્પેશ્યિાલીસ્ટ ડોક્ટરો અને સેંકડો સ્વયંસેવકોએ જીવ રેડીને સેવા આપી. ચારે બાજુ અવિરત તપાસ, નિદાન, દવા, સર્જરી, સા2વા2 વગેરે ચાલી રહ્યા હતા, લાભાન્વિત થયેલ લોકોના ચહેરા અને આંખોમાં અનુભવાતી રાહત સ્પષ્ટપણે દેખાતી હતી. જનરલ મેડિસીન, જનરલ સર્જરી, વિકલાંગ, પોષણ મૂલ્યાંકન, સ્ત્રી રોગ, બાળરોગ, હ્રદયરોગ, કેન્સર, લોહીના કણો, કાન, નાક તથા ગળાના રોગ, ચામડીના રોગ, પ્રોસ્ટેટ, કિડની, કરોડરજ્જુ અને હાડકાં, આંતરડા, જ્ઞાનતંતુ, ફેફસાં, માનસિક રોગ, નેત્ર રોગ, દાંતના રોગ, રેડિયોલોજી, પેથોલોજી, ફાર્મસી, ફિઝિયોથે2પી, ઓક્યુપેશનલ થે2પી વગેરે અનેકાનેક તપાસ અને સારવારથી આ મેગા કેમ્પ ધમધમી ઉઠ્યો હતો.

સાથે જ જે દર્દીઓને આગળ તપાસ કે સારવારની આવશ્યકતા જણાઈ છે, તે સર્વને ધરમપુરની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ કે રાજકોટમાં સા2વા2નો ખર્ચ અને સહાય આપવામાં આવનાર છે. દિવ્યાંગો અને અન્ય દર્દીઓ માટે રોગમુક્તિનો સંદેશ લઈને આવનાર આ કેમ્પમાં જાણે તેઓને જીવવાનું એક અલગ બળ મળી ગયું હોય એવું લાગતું હતું. આવી અભૂતપૂર્વ સફળતા પાછળ ચોક્કસ શ્રીમદ્ રાજચંદ્રજીનું યોગબળ અને પૂજ્ય ગુરુદેવ રાકેશજીના આશિષ કામ કરી રહ્યા હોય એવું લાગતું હતું.

વિશ્ર્વભરમાં ફેલાયેલ 202 કેન્દ્રો દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનો સેવાકીય કાર્યોનો વર્ષોનો સફળ ઈતિહાસ અને અનુભવ અહીં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. આજનો વવાણિયાનો આ નિ:શુલ્ક મેગા મલ્ટીસ્પેશ્યિાલિટી મેડિકલ કેમ્પ દર્દીઓને નવજીવન બક્ષતા મસીહા બનીને આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.