Abtak Media Google News

ચકલી કરતા ફુલેકુ મોટું

દુબઈમાં પી7 નંબર પ્લેટ માટે  વ્યક્તિએ 122.6 કરોડ રૂપિયાની બોલી લગાવી અને તે હવે વિશ્વની સૌથી મોંઘી નંબર પ્લેટ બની ગઈ

કહેવાય છે ને કે જો અઢળક રૂપિયા હોય તો યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જોઈએ વધુ વળતર મેળવવું જોઈએ પરંતુ દુનિયામાં ઘણા એવા લોકો પણ છે કે તે પોતાનો શોખ પૂરો કરવા માટે જંગી રકમનું રોકાણ કરતા નજરે પડે છે તેવી જ એક ઘટના દુબઈમાં જોવા મળી.

લોકો ઘણીવાર શોખ નામની વસ્તુ પણ હોય છે, કે જેના માટે લોકો કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચ કરી દેતા એકવાર પણ વિચારતા નથી. તેવામાં હવે મોંઘી ગાડીઓની સાથે નંબર પ્લેટની ખરીદીની પણ બોલબાલા વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે પોતાના લકી નંબરને મેળવવા માટે લોકો કઈપણ કરવા માટે તૈયાર હોય છે. આવો જ એક કિસ્સો દુબઈમાં જોવા મળ્યો હતો. એક શખસે પોતાની ગાડી માટે 122 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ લકી નંબર પ્લેટ માટે તેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નામ નોંધાવી દેતા ચકચાર મચી ગઈ છે.

દુબઈમાં પી7 નંબરને યૂનિક, લકી અને પવિત્ર માનવામાં આવે છે. દુબઈના શાસક અને યુએઇના વાઈસ પ્રેસિડેન્ટ તથા પ્રાઈમ મિનિસ્ટર શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખતુમ અત્યારે ખૂબ ચર્ચામાં આવી રહ્યા છે. તેમણે તાજેતરમાં જ જુમેરાહ બીચ પર સ્થિત ફોર સીઝન રિસોર્ટ હોટલમાં આ ઓકસનનું આયોજન કર્યું હતું. મોહમ્મદ બિન રાશિદ અલ મત્કોમ ગ્લોબલ ઈનિશિએટિવ અંતર્ગત આયોજિત આ ઓક્સનમાં એક વ્યક્તિએ 122 કરોડ રૂપિયાની બોલી લગાવી પી7 નંબર પ્લેટ પોતાને નામ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.