Abtak Media Google News

વડાપ્રધાન મોદી ગતરાત્રે યુએઈનીની રાજધાની દુબઈ પહોંચી ગયા હતા. ભારતીય સમુદાયે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. બાદમાં તેઓએ ક્લાઈમેટ ચેન્જ માટેના સંમેલન કોપ-28ને સંબોધન પણ કર્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કોપ-28 વર્લ્ડ ક્લાઈમેટ એક્શન કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી યુએઈ પહોંચ્યા હતા. તેઓ વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરશે અને ક્લાઈમેટ ચેન્જને રોકવાના ઉદ્દેશ્યથી વિશેષ કાર્યક્રમોમાં ભાગ લેશે.

વૈશ્વિક નેતાઓ સાથે વડાપ્રધાનની બેઠક, ક્લાઈમેટ ચેન્જ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા ; એરપોર્ટ બહાર ભારતીય સમુદાયે મોદીનું કર્યું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે કોપ-28 સંમેલનમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચ્યો છું. હવે શિખર સંમેલનની રાહ જોઈ રહ્યો છું. કાર્યવાહીનો ઉદ્દેશ્ય એક શ્રેષ્ઠ ગ્રહ બનાવવાનો છે. આપણા સભ્યાગત લોકાચારને ધ્યાનમાં રાખી ભારતે હંમેશા સામાજિક અને આર્થિક વિકાસની સાથે ક્લાઈમેટ ચેન્જ સામે કાર્યવાહી પર ભાર મૂક્યો છે. જી-20 સમિટમાં પણ ક્લાઈમેટ જ પ્રાથમિકતામાં ટોચનો મુદ્દો હતો.

પીએમ બધાને મળ્યા અને હાથ જોડીને અભિવાદન કર્યું. આ દરમિયાન એક ડાન્સ ગ્રુપે પણ પરફોર્મન્સ આપ્યું હતું. પીએમ મોદીએ થોડીવાર ઉભા રહીને ડાન્સ જોયો અને કલાકારોના વખાણ કર્યા. આ સિવાય મોદી યુવાનો અને મહિલાઓને પણ મળ્યા હતા.

પીએમ આજે દુબઈમાં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટને સંબોધન કરશે. આ સિવાય અન્ય 3 કાર્યક્રમોમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે પીએમ મોદી યુએઇ સાથે ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ સંબંધિત એક કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.

આ પછી, સ્વીડન સાથે એનર્જી ટ્રાન્ઝિશન ગ્રુપ લીડ આઇટી 2.0 ​​​​​​​લોન્ચ કરશે. મોદી ટ્રાન્સફોર્મિંગ ક્લાઇમેટ ફાઇનાન્સ ઇનિશિયેટિવમાં પણ ભાગ લેશે. ક્વાત્રાએ કહ્યું- પીએમ મોદી વિશ્વના નેતાઓને મળશે અને કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.

સમિટમાં ક્લાઈમેટ ફાઇનાન્સ પર પણ ચર્ચા થશે, એટલે કે ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવી. ગયા વર્ષે ઇજિપ્તમાં આયોજિત કોપ 27 સમિટમાં 200 દેશોએ સમજૂતી કરી હતી. જેમાં ક્લાઈમેટ ચેન્જ માટે જવાબદાર સમૃદ્ધ દેશોને ગરીબ અને વિકાસશીલ દેશોને આપવા માટે ફંડ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું.

કોપ 28 ક્લાઈમેટ સમિટ 12 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં પીએમ મોદી ઉપરાંત કિંગ ચાર્લ્સ, ઋષિ સુનક, કમલ હેરિસ સહિત વિશ્વભરના 167 નેતાઓ જળવાયુ પરિવર્તનના મુદ્દા અને તેના ઉકેલો પર ચર્ચા કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સમગ્ર વિશ્વ માટે જળવાયુ પરિવર્તન સૌથી મોટા પડકાર તરીકે ઉભરી આવ્યું છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ફોસિલ ફ્યુઅલ અને કાર્બન ઉત્સર્જનને રોકવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.