Abtak Media Google News

રૂ.૨૨ હજારની રોકડ કબ્જે

જસદણ તાલુકાના ખડકાણા ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા ૧૩ શખ્સોને વિંછીયા પોલીસે ઝડપી પટમાંથીરૂ.૨૨ હજારની રોકડ કબ્જે કરી છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જસદણ તાલુકાના ખડકાણા ગામની સીમમાં જીલુદાન પ્રભુદાન ગઢવીની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમી વિંછીયા, પીએસઆઈ આર.એસ. ઝાલાને મળતા સ્ટાફ સાથે વાડીમા દરોડો પાડી જુગાર રમતા ખડકાણાના હિંમત પૂના કોળી, જાદવ કોળી, ભવાન કોળી ભરત કોળી તેમજ કડુકાના વિપુલ કોળી, ભગવાન કોળી, કમલેશ કોળી, મુકેશ કોળી, બાવકુ કોળી, વનરાજ કોળી, નાનજી કોળી અને ગીધા કોળી નામના શખ્સોની ધરપકડ કરી પટમાંથી રૂ. ૨૨ હજારની રોકડ જપ્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.