Abtak Media Google News

માણાવદર કોંગ્રેસ શાસીત તાલુકા પંચાયત ના પ્રમુખ – ઉપ પ્રમુખ ની આજરોજ ચુંટણી યોજાઇ હતી જેમાં પ્રમુખ તરીકે દક્ષાબેન વરજાંગભાઇ ઝાલા અને ઉપ પ્રમુખ તરીકે રાકેશભાઇ વજુભાઈ છૈયા ની વરણી કરવામાં આવી હતી ૧૬ બેઠકો ધરાવતી માણાવદર તાલુકા પંચાયત માં એકપણ બેઠક પર સમખાવા પુરતો ભાજપનો એકપણ સભ્ય ચુટાયો નથી.

Advertisement

૧૬ – ૧૬ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ચુંટાયા હતા પરંતુ પ્રમુખ – ઉપ પ્રમુખ ને અઢી વર્ષ મુદત પુરી થતા બાકી ના અઢી વર્ષ માટે નવા પ્રમુખ અને ઉપ પ્રમુખ ની ચૂંટણી આજે બપોરે એક વાગ્યે આર.પી.ખરાડી અધ્યક્ષી જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી જૂનાગઢ અને ટી.ડી.ઑ  આર.વી. માણાવદરીયા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી .

જેમાં પ્રમુખ તરીકે દક્ષાબેન વરજાંગભાઇ ઝાલા અને ઉપ પ્રમુખ તરીકે રાકેશભાઇ વજુભાઈ છૈયા ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી નવ નિયુક્ત પ્રમુખ અને ઉપ પ્રમુખ ને ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા દ્વારા  અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.