રાજ્યના 13 સિનિયર IASને 33 જિલ્લાના ચૂંટણી ઓબ્ઝર્વેર બનાવાયા

 

દિલીપ કુમાર રાણાને રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી

આલોક કુમારને જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાનો હવાલો: નાગરાજન એમ.ને બોટાદ અને ભાવનગર જિલ્લાની આર.બી. બારડને દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાની જ્યારે આર.એ.નિનામાને કચ્છ અને મોરબી જિલ્લાની જવાબદારી સોંપાય

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે પાંચ મહિનાઓથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ચૂંટણીની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીઓને તાલીમ પણ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં મતદારયાદી સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. દરમિયાન ગઇકાલે ભારતીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યના 13 સિનિયર આઇએએસને ગુજરાતના 33 જિલ્લાના ચૂંટણી ઓબ્ઝર્વેર તરીકે નિયુક્તી કરવામાં આવી છે. ઓબ્ઝર્વેર આગામી દિવસોમાં પોતાને સોંપવામાં આવેલા જિલ્લાની મુલાકાત લેશે.

આઇએએસ રંજીત કુમારને વડોદરા જિલ્લો, ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાના ઓબ્ઝર્વેર તરીકે નિયુક્તી કરવામાં આવી છે. જ્યારે કે.કે.નિરાલાને અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની, જેનુ દેવાનને બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાની, આલોક કુમારને જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના, આર.બી.બારડને દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાના રેમ્યા મોહનને સુરત અને તાપી જિલ્લાના દિલીપ કુમાર રાણાને રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના, ડી.એન.મોદીને નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના બી.આર.દવેને સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લાના, આર.એ.નિનામાની કચ્છ અને મોરબી જિલ્લાના, ડો.રત્નાકર એચ.ગઢવી ચરણને ભરૂચ અને નર્મદા જિલ્લાના નાગરાજન એમ.ની બોટાદ અને ભાવનગર જિલ્લાના જ્યારે ડી.કે.પારેખની પંચમહાલ દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાના ચૂંટણી ઓબ્ઝર્વેર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.