Abtak Media Google News

આજના યુવાનોનો  પ્રેમ બહુ અજીબ છે તેઓ બાળપણમાં રમકડાં બદલાવતા એમ પ્રેમી બદલાવી રહ્યા છે. એક મહિના સુધી તો માંડ કોઈ એક વ્યક્તિ સાથે  પ્રેમમાં રહી શકે છે. શું ખરેખર આને પ્રેમ કહેવાય? નાની નાની ગેરસમજ ઉભી થતા સંબંધ પર પુર્ણવિરામ મૂકી દે.

કોઈને સાચો પ્રેમ કરવો એ ખોટું નથી. કોઇ માટે સાચા પ્રેમની લાગણી હોવી એ સારી બાબત છે પરંતુ એ જ વ્યક્તિને આખી જીંદગી પ્રેમ કરવો અને નીભાવવો પણ એટલો જ જરૂરી છે. પ્રેમ એ એક વખત જ થાય એ કોઈ રમત નથી કે આ ન ગમી તો બીજી અને બીજી ન ગમે તો ત્રીજી. જયારે તમે કોઈને સાચો પ્રેમ કરો છો ત્યારે તેનુ નામ બોલવાની તમારી રીત બધા કરતાં અલગ હોય છે જ્યારે કોઈ તેનું નામ બોલે તો તમે શરમાઈ જાઓ. એ વ્યક્તિ તમારી સાથે હોય ન હોય તમે તેની સાથે કલાકો સુધી વાતો કરી શકો છો એ માટે તમારે કોલ કે ચેટિંગની  જરૂર જ નથી હોતી પરંતુ હદયથી હદયનુ જોડાણ હોય છે. એના વિચારોમાં કલાકો ખોવાઈ જવું તમને ગમે છે. જયારે એ વ્યક્તિ તમારી સાથે હોય છે ત્યારે આંખો પલકવાનુ ભૂલી જાય છે.પ્રેમ એ જીવનની ઊતમ લાગણી છે જો આપણે સમજી શકીએ તો.

કોઈ એક દિવસ કે એક અઠવાડિયુ તમારા પ્રેમી સાથે ઉજવણી કરવાથી, તેને મોંઘી મોંઘી ગીફટ આપવાથી કે આઇ લવ યુ કહેવાથી સાચો પ્રેમ નથી થતો સાહેબ. એ માટે દીલમાં સાચી લાગણી હોવી જોઈએ.

તમારા પ્રેમી સાથે ખૂશ રહો અને એકબીજાને પ્રેમ કરતાં રહો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.