Abtak Media Google News

ત્રણ દેશોની વિદેશ યાત્રાના પહેલાં તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઈન્ડોનેશિયામાં છે. આજે તેઓ અહીંના પાટનગર જકાર્તામાં ધણાં કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદીની આ મુલાકાતથી ઈન્ડોનેશિયા અને ભારતની મિત્રતાને એક નવી મજબૂતી મળી છે. જ્યારે રક્ષા અને કારોબાર ક્ષેત્રે બંને દેશો વચ્ચે ઘણાં સમજૂતી કરાર પણ થયા છે.

ભારત-ઈન્ડોનેશિયા વચ્ચે કરવામાં આવેલા જોઈન્ટ સ્ટેટમેન્ટમાં પીએમ મોદીએ કહ્યું કે, આ મહાન અને સુંદર દેશની આ મારી પહેલી યાત્રા છે અને અહીં મારુ કરવામાં આવેલા ભવ્ય સ્વાગતના કારણે હું રાષ્ટ્રપતિનો આભાર માનુ છું. મોદીએ કહ્યું કે, બાળકોએ જે રીતે સ્વાગત કર્યું તેનાથી હું ભાવુક થઈ ગયો હતો.

પીએમ મોદીએ આગળ કહ્યું કે, તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં ઈન્ડોનેશિયાના નિર્દોષ લોકોના મોત થયા હોવાથી મને ખૂબ દુખ થયું છે. ભારત આ પ્રકારના હુમલાની ખૂબ નિંદા કરે છે. આ મુશ્કેલ સમયમાં ભારત ઈન્ડોનેશિયાની સાથે છે. આતંકવાદ સામે લડવા માટે વિશ્વસ્તર પર કરવામાં આવતા પ્રયત્નોમાં ગતિ લાવવાની શક્યતા છે.

 


જોઈન્ટ સ્ટેટમેન્ટમાં વડાપ્રધાને શું કહ્યું?

-આજે અમારી વચ્ચે થયેલી સમજૂતીથી દ્વીપક્ષીય સંબંધોને મજબૂતી મળી છે.
– અમે 2015 સુધી દ્વીપક્ષીય વેપારને 50 બિલિયન ડોલર સુધી લઈ જવાના અમારા પ્રયત્નને બમણા કરી દીધા છે.
– આપણાં બંને દેશો વચ્ચે હજારો વર્ષોથી મજબૂત સાંસ્કૃતિક સંબંધો છે. તેની ઝલક ભારતના ગણતંત્ર દિવસ ઉપર પણ જોવા મળી હતી.
-અમે 2019માં રાજકીય સંબંધોની 70મી વર્ષગાઠ મનાવીશું.
– શિક્ષણ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિક ક્ષેત્રે બંને દેશો સહયોગ વધારશે. તે બંને દેશો માટે અને ખાસ કરીને યુવાનો માટે લાભકારી રહેશે.
– અમે આસિયાનમાં ઈન્ડોનેશિયાની સકારાત્મક ભૂમિકાને મહત્વ આપી રહ્યા છીએ.
– રમજાનના આ પવિત્ર મહિનામાં ભારતના સવા કરોડ લોકો તરફથી ઈન્ડોનેશિયાના લોકોને સમૃદ્ધિ, સ્વાસ્થય અને સફળતાની શુભેચ્છા પાઠવું છું. તમને આગામી ઈદ-ઉલ ફિતરના તહેવાર માટે પણ શુભેચ્છા પાઠવું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.