રાજકોટમાં ૧૫મીથી સપ્તદિવસીય શ્રી કૃષ્ણ ચરિત્ર કથા મહોત્સવનો પ્રારંભ

rajkot |
rajkot |

શ્રીમદ ભાગવતમ્’ ગ્રંથનું વિમોચન: રાજયપાલ વજૂભાઈ વાળા: મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતનાઓ ઉપસ્થિત રહેશે

બાન લેબ્સના પરમ ભગવદીય નટુભાઈ તથા મૌલેશભાઈ ઉકાણી પરિવારન હૈયાત માતા પિતાની પ્રેરક ઉપસ્થિતિમાં, તેઓના સંતોષ અને સુખાર્થે રાજકોટમાં કાલાવડ રોડ વાજડી પાસેના તેમના ઈશ્ર્વરીયા ખાતેના દ્વારીકાનગરી ફાર્મનાં વિશાળ મનોહર પરિસરમાં આગામી તા.૧૫ થી ૨૧ માર્ચના સાત દિવસ દરમ્યાન દરરોજ બપોરે ૪.૧૫ થી સાંજે ૮ વાગ્યા સુધી શ્રી કૃષ્ણ ચરીત્ર કથા મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

કથા યાત્રાના આચાર્યપીઠથી યુવા વૈષ્ણવાચાર્ય પ.પા.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદય પોતાની સંગીતમય સરળ દ્રષ્ટાંતસભર, જ્ઞાનભીની તથા અત્યંત રસમય શૈલીમાં આ દિવ્ય કથાનું રસપાન કરાવશે આ કથામાં યુવાનોના વિકાસલક્ષી, અભ્યાસલક્ષી, જીવનને સકારાત્મક બનાવવાલક્ષી વિષયોને વિશેષ રૂપે સાંકળવામાં આવશે. સાથે સાથે આજના સાંસારીક ઉતાર ચઢાવના જીવનમાં આપણા મનને પ્રભુની શરણાગતિથી કઈ રીતે શાંત બનાવવું, આ બધા વિષયો ઉપર પૂ. જેજે પ્રેરક માર્ગદર્શન આપશે.

કથા ઉપક્રમના સાત દિવસ દરમ્યાન આવતા મંગલ પ્રસંગોને ઉજવણી અન દરરોજના રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમોની વિગતો આપતા લવભાઈ ઉકાણી તથા જયભાઈ ઉકાણી જણાવે છે કે કથાના પ્રથમ દિવસે ૧૫મી માર્ચે બપોર ૩.૩૦ વાગ્યે ઈશ્ર્વરીયા ગામના પ્રવેશ દરવાજેથી ભવ્ય પોથી શોભાયાત્રા ૪.૩૦ વાગ્યે કથા મંડપમાં સમાપન, ત્યારબાદ પોથી પૂજન, દિપ પ્રાગટય સ્વાગતવિધિ અને ઉકાણી પરિવાર દ્વારા સમૂહ આરતી સાંજે ૫.૩૦ વાગ્યે કૃષ્ણ ચરીત્ર કથાનું મંગલાચરણ, અને રાત્રે ૮ વાગ્યે કથાવિરામ રાત્રે ૯ થી ૧૨ સંગીત અને નૃત્ય સાથે કૃષ્ણલીલા દર્શનનો મનમોહક કાર્યક્રમ તા.૧૬મી માર્ચે કથાના દ્વિતિય દિને થા ઉપક્રમમાં કૃષ્ણ જન્મ અંતર્ગત નંદ મહોત્સવ રાત્રે ૯ થી ૧ કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો તા.૧૭મી માર્ચે કૃષ્ણનું બાલ લીલા ચરીત્ર અને રાત્રે ૯ થી ૧૨ હિન્દી ભકિત ગીતોનો કાર્યક્રમ તા.૧૮મી માર્ચે ગોવર્ધન લીલાનો અલૌકિક પ્રસંગે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેઘા સંપટ પ્રસ્તુત નૃત્ય અને રાસલીલાની રમઝટ તા.૧૯મી માર્ચે કથા ઉપક્રમમા રાસ લીલા અને કથાનો સમય તા.૪.૧૫ થી ૬.૩૦ ત્યારબાદ નટુભાઈ ઉકાણી તથા મૌલેશભાઈ ઉકાણી પરિવારના મોભી, ભાગવત પ્રેમી ડો. ડાહ્યાભાઈ પટેલ દ્વારા સંમેલીત લીખીત શ્રીમદ ભાગવતમ્ દળદાર ગ્રંથનું ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતીનભાઈ પટેલના હસ્ત વિમોચન રાત્રે ૯ થી ૧૨ સુપ્રસિધ્ધ ગાયક અનુપમ જલોટા શ્રોતાઓને ડોલાવશે તા.૨૦મી માર્ચે રૂકમણી વિવાહનો માંગલીક પ્રસંગે અને રાત્રે ૯ થી ૧૨ ગરબા રાસોત્સવ, કથાના અંતિમ ચરણોમાં તા.૨૧મી માર્ચે દ્વારીકાલીલા અને પૂર્ણાહુતિઅને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સુપ્રસિધ્ધ ગાયીકા અનુરાધા પોંડવાલ પ્રસ્તુત ભકિત સંગીતનો કાર્યક્રમ શ્રોતાઓને ભાવવિભોર કરશે. એક વિશેષ કાર્યક્રમની વિગતો આપતા અમીતાબહેન ઉકાણી તથશ સોનલબેનઉકાણી જણાવે છે કે કથા સમાપન પશ્ર્ચાત બીજા દિવસે તા.૨૨મી માર્ચે સાંજે ૪.૧૫થી પ્રયાગતીર્થ કળશહોત્સવ, છપ્નનભોગ દર્શન અને શ્રી દ્વારીકાધીશ પ્રભુની મંગલમય મધરામણી થશે દ્વારીકાધીશ પ્રભુના ૫૦૦૦ વર્ષ પૌરાણીક મોહક સ્વ‚પના દર્શન કરવાનો અનેરો લ્હાવો મળશે. અને આ માટે ઉકાણી પરિવાર જહેમત ઉઠાવી રહ્યું છે.