Abtak Media Google News

મોતિયાના ઑપરેશન બાદ આશરે 17 લોકોને દ્રષ્ટિની ખામી આવ્યાની ફરિયાદ ઉઠતા ભારે ઉહાપો મચ્યો છે. ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલે મોતિયાનો કેમ્પ કર્યો હતો જેમાં મોતિયાના દર્દીઓનું ઑપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 17 જેટલાં લોકોએ આંખ ગુમાવી દીધાની ફરિયાદ ઉઠી છે. જે મામલામાં આરોગ્ય વિભાગ નવ સભ્યોની તપાસ સમિતિ રચી છે અને હાલ પૂરતું જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી હોસ્પિટલને કોઈ પણ સર્જરી નહિ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગે 9 સભ્યોની તપાસ સમિતિ બનાવી: તમામ દર્દીઓનું સ્ક્રીનિંગ શરૂ

વિરમગામની હોસ્પિટલ પર મોતિયાના ઓપરેશનમાં બેદરકારી કર્યાનો આરોપ લાગ્યો છે. 10 જાન્યુઆરીએ 29 દર્દીઓનું શ્રી રામાનંદ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ. ઓપરેશનના 2 દિવસ બાદ 23 દર્દીઓને આંખે દેખાતું બંધ થયાની ફરિયાદ ઉઠી છે. આંખે અંધાપાની વાત સામે આવતા જ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.

દર્દીઓની ફરિયાદ બાદ 17ને આડઅસર થયાનું સામે આવ્યું છે. જે દર્દીઓને આડઅસર થઇ છે તે તમામ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના વતની છે. 18 દર્દીઓને માંડલની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાંથી 12થી વધુ દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

સમગ્ર મામલે આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલાની તપાસ માટે 9 સભ્યોની એક કમિટીની પણ રચના કરવામાં આવી છે. જેમાં આંખના નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે કુલ 103 જેટલા દર્દીઓએ ઓપરેશન કરાવ્યા હતા. આ તમામનું ફરીથી સ્ક્રિનિગ કરવામાં આવશે તેમ અધિકારી જણાવી રહ્યા છે.

બીજી તરફ દર્દીઓને આડઅસરને લઇને તંત્ર એલર્ટ બન્યું છે. ઘટના બાદ વિરમગામ સરકારી હોસ્પિટલમાં સોલા તેમજ સિવિલ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા સ્ક્રીનીંગ કરાઇ રહ્યું છે. વિરમગામની હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં 100થી વધુ મોતિયાના ઓપરેશન કરાયા હતા, ત્યારે તબીબો દ્વારા આ તમામ દર્દીઓની ચકાસણી કરાઇ રહી છે.

નિષ્ણાત તબીબોના મત મુજબ મોતિયાના ઓપરેશન બાદ આંખમાં ચેપ લાગવાથી સ્થિતિ સર્જાઇ છે. તબીબોએ જણાવ્યું છે કે, સામાન્ય રીતે મોતિયા લના ઑપરેશન બાદ ચેપ લાગવાના ઘણા બધા કારણો હોઈ શકે છે જેમાં દવા, ઇન્જેક્શનની ખામી જવાબદાર હોય છે. તબીબોએ એવુ પણ કહ્યું છે કે, જયારે એકસાથે આટલા લોકોમાં દ્રષ્ટિની ખામી સર્જાઈ છે ત્યારે આ ભૂલ સર્જન હોઈ શકે નહિ કારણ કે, સર્જનની ભૂલને લીધે એક કે બે કેસમાં આવું બની શકે, એકસાથે આટલા લોકોમાં ચેપ લાગવા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર હોવાનુંનિષ્ણાત તબીબો માની રહ્યા છે.

હોસ્પિટલ દ્વારા 103 દર્દીઓનું કરાયું હતું ઑપરેશન: તમામનું સ્ક્રીનિંગ કરાશે

સમગ્ર મામલે આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલાની તપાસ માટે 9 સભ્યોની એક કમિટીની પણ રચના કરવામાં આવી છે. જેમાં આંખના નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે કુલ 103 જેટલા દર્દીઓએ ઓપરેશન કરાવ્યા હતા. આ તમામનું ફરીથી સ્ક્રિનિગ કરવામાં આવશે તેમ અધિકારી જણાવી રહ્યા છે.

એક સાથે અનેક લોકોમાં દ્રષ્ટિની સમસ્યા થવા પાછળ દવા-ઇન્જેક્શનની ખામી જવાબદાર હોઈ શકે: નિષ્ણાંત તબીબો

નિષ્ણાત તબીબોના મત મુજબ મોતિયાના ઓપરેશન બાદ આંખમાં ચેપ લાગવાથી સ્થિતિ સર્જાઇ છે. તબીબોએ જણાવ્યું છે કે, સામાન્ય રીતે મોતિયા લના ઑપરેશન બાદ ચેપ લાગવાના ઘણા બધા કારણો હોઈ શકે છે જેમાં દવા, ઇન્જેક્શનની ખામી જવાબદાર હોય છે. તબીબોએ એવુ પણ કહ્યું છે કે, જયારે એકસાથે આટલા લોકોમાં દ્રષ્ટિની ખામી સર્જાઈ છે ત્યારે આ ભૂલ સર્જન હોઈ શકે નહિ કારણ કે, સર્જનની ભૂલને લીધે એક કે બે કેસમાં આવું બની શકે, એકસાથે આટલા લોકોમાં ચેપ લાગવા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર હોવાનુંનિષ્ણાત તબીબો માની રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.