Abtak Media Google News

ભારતમાં 5 ઑક્ટોબરથી ક્રિકેટનાં મહાકુંભ વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવા જઈ રહી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ઘણાં ફેરફારો થયાં છે. સૌથી ખાસ વાત તો એ છે કે પહેલીવખત સંપૂર્ણ વનડે વર્લ્ડ કપ ભારતમાં રમાશે. આ પહેલા 2011માં ટૂર્નામેન્ટ ભારતમાં થઈ હતી પરંતુ સંયુક્ત હોસ્ટમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ હતાં. ભારતની યજમાનીમાં આ વખતે વર્લ્ડ કપ માટેનાં કેટલાક નિયમો પણ બદલાયા છે. અત્રે જણાવી કે,  આ ક્રિકેટ વિશ્વકપના પ્રારંભમાં આતશબાજી કે કોઈ રંગારંગ કાર્યક્રમ નહી યોજાય.વિશ્વકપ 2023માં ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ નહી યોજાય તેમજ આજે તમામ 10 ટીમોના કેપ્ટનો અમદાવાદ પહોંચશે અને  નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં તમામ કેપ્ટનો ઉપસ્થિત રહેશે,

ક્રિકેટ વિશ્વકપના પ્રારંભમાં આતશબાજી કે કોઈ રંગારંગ કાર્યક્રમ નહીં યોજાઈ: ટીમોના કેપ્ટનોનું ટ્રોફી સાથે થશે ફોટો સેશન

જ્યાં કેપ્ટન મિટનું આયોજન કરાયું છે. જેમાં તમામ દેશની ટીમોના કેપ્ટનોનું ટ્રોફી સાથે ફોટો સેશન યોજાશે. ત્યારે બાદ તમામ ટીમના કેપ્ટનો મીડિયા સાથે વાતચીત કરશે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનાં સૂત્રોના જણાવ્યા મુજબ, વર્લ્ડ કપ-2023ની કોઈપણ ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું નથી. માત્ર વર્લ્ડ કપ ટ્રોફી સાથે તમામ ટીમના કેપ્ટનના ફોટોસેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલ સવાર સુધીમાં તમામ ટીમના કેપ્ટનો આવી જશે. ત્યાર બાદ તેઓ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવશે. સ્ટેડિયમની તેઓ મુલાકાત લેશે અને ત્યાર બાદ ફોટોસેશન કરવામાં આવશે. ફોટોસેશન બાદ તમામ કેપ્ટનો પરત ફરશે.

વનડે વિશ્વકપની ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકાય

પ્રતિષ્ઠિત આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મુકવામાં આવી છે. ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે એકતાનગરની પણ ઐતિહાસિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રોફીને અવકાશની સાથે 18 દેશોના પ્રસિદ્ધ સ્થાનોની મુસાફરી કરાવવામાં આવી છે. મુલાકાતીઓને આ ટ્રોફીને નજીકથી નિહાળવાની દુર્લભ તક મળી હતી.આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફીએ આ વર્ષની શરૂઆતથી જ તેની અદભૂત સફર શરૂ કરી છે. પૃથ્વીથી 1,20,000 ફૂટની ઉંચાઈ પર આવેલ સ્ટ્રેટોસ્ફિયર સુઘી પહોંચી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.