Abtak Media Google News

હળવદ માર્કેટિંગ યાર્ડમાં લાખો રૂપિયાની છેતરપિંડી ઉચાપત કરવા અંગે માર્કેટિંગ  સેક્રેટરી વિપુલ એરવાડીયા સહિત સાત લોકો સામે લાંચ રૂશ્વત વિરોધી ખાતાએ દાખલ ગુનો દાખલ કર્યો છે. માર્કેટિંગ યાર્ડમાં ડુપ્લીકેટ પહોંચ મારફતે ખોટા દસ્તાવેજ બનાવી લાખો રૂપિયાની માર્કેટિંગ શેષ ઉઘરાવી લીધી ત્યારે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આઠ વર્ષ પહેલાં વર્ષ ૨૦૧૫ માં હળવદ માર્કેટિંગ યાર્ડના તે સમયના સેક્રેટરી, વાઇસ સેક્રેટરી અને કલાર્ક સહિતના પદાધિકારીઓ દ્વારા લાખો રૂપિયાની ઉચપાત કરવામાં આવી હતી. જેમાં તારીખ ૧૩/૦૨/૨૦૧૫ થી તારીખ ૨૬/૦૩/૨૦૧૫ સુધી આચરેલા આ કૌભાંડમાં માર્કેટ ફી (શેષ) ના નામે પૈસા લેવામાં આવતા હતા અને એ પૈસાની નકલી પહોંચ આપવામાં આવતી હતી.

આ પ્રકારે આરોપીઓએ કુલ રૂપિયા ૨૩,૧૯,૯૫૪ જેટલી રકમ બારોબાર ચાઉ કરી ગયા હોવાની ફરિયાદ લાંચ રૂશ્વત બ્યુરો(એસીબી) દ્વારા નોંધવામાં આવી છે. આ કાર્યવાહીમાં આઠ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેના નામ નીચે મુજબ છે:

  • સેક્રેટરી વિપુલ અરવિંદભાઈ એરવાડિયા,
  • વાઇસ સેક્રેટરી અશોકભાઇ જયંતીભાઇ માતરીયા
  • તેમજ પાંચ કલાર્ક ભાવેશભાઇ રમેશભાઇ દલસાણીયા
  • પંકજભાઇ કાનજીભાઇ ગોપાણી,
  • નિલેષભાઇ વિનોદભાઇ દવે ,
  • હિતેષભાઇ કાળુભાઇ પંચાસરા,
  • અરવિંદભાઇ ભગવાનજીભાઇ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.