Abtak Media Google News

સૌથી વધુ અંગ્રેજીમાં 8,236 જયારે પોલિટિકલ સાયન્સમાં 2,065 ઉમેદવારોએ પુરા માર્કસ સાથે ક્યૂટની પરીક્ષા સફળ !!

કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ 2022માં કુલ 19,865 ઉમેદવારોએ 30 વિષયોમાં 100 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. અંગ્રેજીમાં 8,236 પર સૌથી વધુ 100 પર્સેન્ટાઈલ હતા, ત્યારબાદ પોલિટિકલ સાયન્સમાં (2,065), બિઝનેસ સ્ટડીઝમાં  (1669) 100 પર્સનટાઈલ મેળવ્યા હતા.તાજેતરના સંકેતો મુજબ, ગુરુવારે રાત્રે 10 વાગ્યાની તેની પોતાની સમયમર્યાદા પૂરી કરવામાં એજન્સી નિષ્ફળ રહી તે પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા શુક્રવારે સવારે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.

અન્ય વિષયો કે જેમાં 100 પર્સેન્ટાઇલ સાથે 1,000 થી વધુ ઉમેદવારો નોંધાયા હતા તે બાયોલોજી, ઇકોનોમિક્સ અને સાયકોલોજી હતા, જે દર્શાવે છે કે આ છ વિષયોમાં કોલેજ પ્રવેશ માટે કટઓફ વધુ હોવાની શક્યતા છે.  કુલ 14,90,293 ઉમેદવારોએ પરીક્ષણો માટે નોંધણી કરાવી હતી, જેમાંથી 9,68,202 (60%) પરીક્ષા આપી હતી.90 સહભાગી યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ પ્રવેશ ક્યૂટ-યુજી પરિણામો પર આધારિત હશે.  100 પર્સન્ટાઇલરની ઊંચી સંખ્યા ધરાવતા અન્ય વિષયો હિન્દી (875), એકાઉન્ટન્સી (422), ભૂગોળ (326), ઇતિહાસ (893) અને સમાજશાસ્ત્ર (261) હતા.

શરૂઆતમાં, ઈઞઊઝ-ઞૠ ના તમામ તબક્કાઓ 20 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાના હતા. જો કે, પરીક્ષાને વધુ સ્થગિત કરવામાં આવી હતી અને કેટલીક ખામીઓને કારણે છ તબક્કામાં વિભાજિત કરવામાં આવી હતી.  આ પરીક્ષા 15 જુલાઈથી 30 ઓગસ્ટ સુધી 20 દિવસ અને 38 સ્લોટમાં યોજાઈ હતી.  કમ્પ્યુટર-આધારિત કસોટીઓ સમગ્ર ભારતમાં 259 શહેરોમાં સ્થિત 489 પરીક્ષા કેન્દ્રો અને નવ શહેરોમાં 27 વિષયો માટે વિવિધ સંયોજનોમાં યોજવામાં આવી હતી જેમાં 13 માધ્યમોમાં 2,219 પ્રશ્નપત્રો સામેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.