Abtak Media Google News

મેયર  ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર  અમિત અરોરાએ આપી માહિતી: ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ મુદે ચર્ચાઓ થશે

કેન્દ્રના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી 19 થી 21 ઓકટોબર દરમ્યાન શાસ્ત્રી મેદાન ખાતે નેશનલ અર્બન હાઉસિંગ કોન્કલેવનું આયોજન કરવામાં આવનાર છે, જેનું ઉદઘાટન   પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીનાં વરદ હસ્તે થશે, તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર  અમિત અરોરાએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં જે રાજ્યો દ્વારા એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં શ્રેષ્ઠ કાર્ય કરેલ છે તેનું આ નેશનલ અર્બન હાઉસિંગ કોન્કલેવમાં   પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીનાં વરદ હસ્તે એવોર્ડથી સન્માન કરવામાં આવશે. આ કોન્કલેવમાં વિવિધ વિષયો પર દેશના નિષ્ણાંતો, ઈજનેરો, વગેરે દ્વારા બેસ્ટ પ્રેક્ટિસ અંગે પરામર્શ અને માહિતીનું આદાનપ્રદાન થશે. સાથોસાથ દેશમાં જુદાજુદા રાજ્યો દ્વારા અપનાવાયેલી ઇનોવેટીવ ક્ધસ્ટ્રકશન ટેકનોલોજી અને બેસ્ટ પ્રેક્ટિસ અંગે એક એક્ઝીબીશન પણ યોજાશે.

20મીએ  આ કોન્કલેવમાં સ્લમ રિડેવલપમેન્ટ અને સેવાઓ-સુવિધાઓ, સ્લમ ઈન્ટીગ્રેશન માટે મ્યુનિસિપલ નેટવર્ક, એફોર્ડેબલ અને સમાવેશક હાઉસિંગ માટેના વર્તમાન વૈશ્વિક એપ્રોચ, એનર્જી એફિશિયન્ટ અને થર્મ કમ્ફર્ટ ક્લાઈમેટ સ્માર્ટ બિલ્ડિંગ, સસ્ટેનેબલ હાઉસિંગ, સંસ્થાગત અને નાણાંકીય ફ્રેમવર્ક અને પોલિસી, હાઉસિંગ ઇકોસિસ્ટમમાં પ્રાઈવેટ સેક્ટરની ભૂમિકા, ઇનોવેટીવ ક્ધસ્ટ્રકશન ટેકનોલોજીસ અને તેનો પબ્લિક-પ્રાઈવેટ સેક્ટર દ્વારા ઉપયોગ, બાંધકામ સેક્ટરમાં પર્યાવરણનાં વિવિધ પરિબળો અને નવી પહેલ વગેરે અંગે ચર્ચા વિચારણા થશે.

જ્યારે 21મીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન)માંથી મળેલ અનુભવો અંગે તેમજ બાંધકામ સેક્ટરને વિવિધ બાબતો અંગે શીખવા મળેલ મુદ્દાઓ અંગે પરામર્શ કરવામાં આવનાર છે.

આ નેશનલ અર્બન હાઉસિંગ કોન્કલેવમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો, ઇનોવેટર, સ્ટાર્ટ-અપ, ઉદ્યોગ સાહસીકો, વૈશ્વિક સ્તરે ઇનોવેટીવ ટેકનોલોજી તેમજ મટીરીયલ્સ ઉપલબ્ધ બનાવતા  સ્વદેશી અને વિદેશી એકમો, વ્યવસાયિક આર્કિટેક્ટ્સ, ઈજનેરો, ઇનોવેટિવ કંસ્ટ્રક્શન સાધનો પુરા પડતા એકમો. વિવિધ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો, આર. એન્ડ ડી, એકેડેમિક ઇન્સ્ટિટયૂટસ,જાહેર જનતા અને લાભાર્થી, જાહેર અને ખાનગી કંસ્ટ્રક્શન એજન્સીઓ, સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન, વગેરે પણ ભાગ લઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.