Abtak Media Google News
  • સુચારૂ આયોજન માટે વાહનવ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીની ડો.મેયર પ્રદીપ ડવ, ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ કલેક્ટર અરૂણ મહેશ બાબુ સહિતના અધિકારીઓની બેઠક
  • જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 19મી ઑક્ટોબરે રાજકોટમાં કરોડોના વિકાસકાર્યોના શુભારંભ કરાવવાના છે, જેના સુદ્રઢ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ વડાપ્રધાનના  સંભવીત કાર્યક્રમના સુચારુ સંચાલન માટે વિવિધ અધિકારીઓના અધ્યક્ષસ્થાને 18 જેટલી સમિતિઓની રચના કરી છે. કલેક્ટરએ આજે બપોરે તમામ સમિતિઓના વડા સાથે બેઠક યોજી હતી. જેમાં અધિકારીઓને સોંપાયેલી ફરજો તેમજ સમગ્ર કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

1665651467912

બાદમાં વાહનવ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીએ મેયર પ્રદીપ ડવ, ભાજપના અગ્રણી કમલેશ મિરાણી તેમજ કલેક્ટર અરૂણ મહેશ બાબુ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી,  પ્રાદેશિક કમિશનર-નગરપાલિકા ધીમંત વ્યાસ, નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, રાજકોટ મહાનગર પાલિકા, સિંચાઈ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શહેર પોલીસ, પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, શિક્ષણ વિભાગ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના ઉચ્ચ અધિકારીઓ, મામલતદારઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.