Abtak Media Google News

ભારતીયો સિંગાપૂરમાં ૨૭.૨ ટકા, દુબઇમાં ૧૪.૪ ટકા, અને લંડનમાં ૧૩.૪ ટકાની મિલકતો ધરાવે છે

એશિયા ખંડમાં ૨.૧૯ લાખના આંકડા સાથે ભારત સૌથી વધુ અજબોપતિ ધરાવતા દેશોમાં ચોથા નંબરના કમે પહોચ્યું છે. ૨૦૧૭ના કેમજેમીનીના પેસિફિક વેલ્થ રિપોર્ટ પ્રમાણે વ્યકિતગત બજાર શેરમાં ૪ ટકાના યોગદાન સાથે ભારતને ચોથુ ક્રમ મળ્યું છે. રિપોર્ટમાં એવા લોકોની ગણતરી કરવામાં આવી છે જે વ્યકિતગત ૧ મિલિયન કે તેથી વધુની રોકાણ મુડી ધરાવે છે. જેમાં પ્રાઇમરી રેસિડેન્સ, ટકાઉ ગ્રાહકો, તેમજ કલેકટીબલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

વર્ષ ૨૦૧૬ ના અંત સુધીમાં જાપાન ૨૧ લાખ ૯૧ હજાર સાથે અબજોપતિઓ ધરાવતું હતું તો ચીન બીજા ક્રમ સાથે ૧૧ લાખ ર૯ હજાર અને ઓસ્ટ્રેલીયા ર લાખ પપ હજાર સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું. તો વર્ષ ૨૦૧૫-૧૬ દરયિમાન ૯.૫ ટકાથી અબજોપતિની જનસંખ્યામાં ભારતમાં જોરદાર વધારો થયો હતો.

જે ચીન તેમજ જાપાનના ૯.૧ ટકા અને ૬.૩ ટકા કરતાં વધારે સાબિત થયો હતો. ત્યારે વાર્ષિક ૮.૨ ટકા વધારાને બદલે ૧૦ ટકાનો બમળો વધારો નોંધાયો હતો. આમ ભારત ડબલ ડિજીટ સાથે અબજોપતિની કરોડમાં પુરવાર થયું હતું. રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮ માં ભારતને આર્થિક વૃઘ્ધિ થઇ શકે છે. જો મિલકતોની વાત કરવામાં આવે તો સિંગાપુરમાં ૨૨.૨ ટકા દુબઇમાં ૧૪.૪ ટકા અને લંડનમાં ૧૩.૪ ટકાની સંપતિ ભારતીયો ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.