Abtak Media Google News

રાજ્યની નગરપાલિકાઓમાં કુલ 1497 એમએલડી કેપેસિટીના 161 એસટીપી માટે રૂ. 18પ0 કરોડ મંજૂર થયા છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 9 નગરપાલિકાઓમાં કુલ 73.98 એમએલડી ક્ષમતાના અદ્યતન ટેક્નોલોજી આધારિત સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો હાથ ધરવા રૂ. 188.1ર કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે*

રાજ્યની નગરપાલિકાઓમાં સીવર નેટવર્કથી એકત્રિત થતા ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ પર્યાવરણ મંત્રાલયના ધારાધોરણો મુજબ થાય તેમજ આવા પાણીનો રિ-યુઝ, પૂન: ઉપયોગ થઇ શકે તે આશયથી નગરપાલિકાઓમાં અદ્યતન ટેક્નોલોજી આધારિત એસટીપી કામો હાથ ધરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે 9 નગરપાલિકાઓમાં અગાઉ ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ જૂની ટેક્નોલોજીથી તથા ટ્રીટમેન્ટ ઓક્સીડેશન પોન્ડમાં થતો હતો તે નગરપાલિકાઓ માટે અદ્યતન એસટીપી નિર્માણના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણીના અભિગમના ભાગરૂપે ર0રર-ર3માં આ નગરપલિકાઓમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે અદ્યતન ટેક્નોલોજી ધરાવતા સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ  તથા તે સંપૂર્ણત: કાર્યરત રહે તે માટે જરૂરી સંલગ્ન આનુષાંગિક કામો માટે આ રૂ. 188.1ર કરોડના કામો મંજૂર કર્યા છે. આ 9 નગરપાલિકાઓમાં ગઢડા એમએલડી (6.3 એમએલડી, ક્ષમતા, રૂ. ર3.ર9 કરોડ), કઠલાલ એસટીપી (4.પ એમએલડી ક્ષમતા, રૂ. 14.0ર કરોડ), મહુધા  (4 એમએલડી ક્ષમતા, રૂ. 10.00 કરોડ), પાટડી  (3.4 એમએલડી ક્ષમતા, રૂ. 9.68 કરોડ), સાવરકુંડલા  (13.40 એમએલડી ક્ષમતા, રૂ. 30.પ6 કરોડ), બાયડ  (પ.07 એમએલડી તથા 0.31 એમએલડી ક્ષમતા, રૂ. 13.17 કરોડ), સિદ્ધપુર  (13.પ0 એમએલડી ક્ષમતા, રૂ. 48.31 કરોડ), સોજીત્રા (ર.પ એમએલડી ક્ષમતા, રૂ. 10.61 કરોડ) અને વલ્લભ વિદ્યાનગર  (ર1 ખકઉ ક્ષમતા, રૂ. ર8.48 કરોડ)નો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટએસટીપી ની સુવિધા સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો અભિગમ છે.

તદઅનુસાર, નગર પાલિકાઓમાં કુલ 1497 એમએલડી ક્ષમતાના રૂ. 18પ0 કરોડના 161 એસટીપીના કામો અગાઉ મંજૂર કરવામાં આવેલા છે તેમાંથી પ7 નગરપાલિકાઓમાં 7ર0 એમએલડી ક્ષમતાના એસટીપી ના કામો કાર્યરત છે.

મુખ્યમંત્રીએ જે 9 નગરપાલિકામાં એસટીપી  કામોને મંજૂરી આપી છે ત્યાં એસટીપી દ્વારા પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયા કરાવી પર્યાવરણમાં નિકાલ કરવા અથવા તો ખેતી/ઉદ્યોગોમાં વપરાશ કરવા પુરતો પ્રયાસ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.