Abtak Media Google News

શહેરના કાલાવડ રોડ પરથી પોલીસે ગઈકાલે બે કોલેજીયનને રૂ.50 હજારની જાલીનોટ સાથે ઝડપી લીધા બાદ નોટ અંગે તેની પૂછતાછ કરતાં સપ્લાય કરનાર વિસાવદરના એન્જિનિયરનુ નામ ખુલતા પોલીસે તેને પકડવા તેના ઘરે પોહચી હતી પરંતુ તેને એક વર્ષ પેહલા ષ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે નોટ સાથે ઝડપાયેલા વિદ્યાર્થીઓની વધુ પૂછતાછ કરતા તેને અન્ય રૂ.50 હજારની નકલી નોટ સુરત રહેતા તેના પિતરાઇને આપી હોવાનું જણાતા પોલીસે તેને સુરતના શખ્સની શોધખોળ હાથધરી છે.

વિગતો મુજબ કાલાવડ રોડ પર પ્રેમમંદિરની બાજુમાં બટર ફ્લાય પ્લે હાઉસ પાસે આવેલા મકાનમાં ભાડેથી રહેતા અને રાજકોટની કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં કિશન દિનેશ પાંચાણી પાસે રૂ.500ના દરની ભારતીય ચલણની જાલી નોટ હોવાની માહિતી મળતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી.જાડેજા સહિતને મળતા ટીમ દોડી ગઇ હતી.

થોડા દિવસ પહેલા આપઘાત કરી લેનાર વિસાવદરના શખ્સની સપ્લાયર તરીકે સંડોવણી : 1 લાખની જાલી નોટ માંથી 50 હજાર સુરત મોકલી દીધી 

પોલીસે કિશનને દબોચી લઇ પૂછતાછ કરતાં તેના પાસેથી 500ના દરની 100 નંગ નોટ મળી આવી હતી. જ્યારે વધુ પૂછતાછમાં તેણે આત્મીય કોલેજમાં બાયોટેક્નોલોજીનો અભ્યાસ કરતાં અને વિસાવદરમાં જૂના બસ સ્ટેશન પાસે રહેતા આવેશ અનવર ભોર પાસેથી ખરીદ કર્યાની કબૂલાત આપી હતી.જેથી પોલીસની ટીમ વિસાવદર રવાના થઇ હતી અને આવેશને ઝડપી લઇ પૂછપરછ કરતા તેણે સવા વર્ષ પૂર્વે કિશનને રૂ.40 હજારમાં 1 લાખની 500ના દરની નોટ આપ્યાની કબૂલાત આપી હતી અને આ નકલી નોટનો જથ્થો વિસાવદરમાં જ રહેતા હર્ષ રેણુકા પાસેથી મેળવ્યાનું રટણ કર્યું હતુ. પોલીસ વિસાવદરમાં હર્ષના ઘરે પહોંચી હતી પરંતુ હર્ષે એકાદ વર્ષ પહેલા જ આપઘાત કરી લીધાનું સામે આવ્યું હતું

કિશને રૂ.50 હજારની નકલી નોટ સુરત રહેતા તેના પિતરાઇ સંજય હરેશ પાંચાણીને આપી હતી અને પોતાની પાસે રહેલી નકલી નોટ વટાવવા જતાં ઝડપાઇ જશે તેવો ભય લાગતા રાખી મુકી હતી, કિશન અને આવેશ સહિતનાઓએ અત્યાર સુધીમાં નોટ અન્ય કોઇને આપી હતી કે કેમ તે સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.