સુતી, ઉની, પોલીવસ્ત્ર અને રેશમ ખાદી ઉપર ૩૧ માર્ચ સુધી ર૦ ટકા વળતર

ખાદી ઉપરાંત ગ્રામોદ્યોગ સંસ્થાઓના અન્ય ઉત્પાદનો સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ભંડારોમાં ઉપલબ્ધ: આજથી શરુ થતી ખાદી વેચાણ ઝુંબેશમાં ખાદી ખરીદી શાંતિ, ભાઇચારાના પરિબળને મજબુત કરવા સમિતિની રચના

વિશ્વના મેરુ સમા મહામાનવ મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે. યુનો દ્વારા વિશ્વ ‘અહિંસા દિવસ’ તરીકે મનાવે છે.

મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફરીને ૧૯૧૫ માં અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે પ્રથમ એક હાથશાળ અને વણકરને વસાવી વેદકાળ અને રામાયણકાળથી આપણા રાષ્ટ્રીય અસ્મિતાની ધરોહર સમાન ખાદી વસ્ત્રોને પુન: સ્થાપિત કરી ખાદી વિચાર આપ્યો.

એ રીતે ખાદીનું શતાબ્દિ વર્ષ પુરું થયું છે  અને સારાએ રાષ્ટ્રમાં ‘ગાંધીજીના દોઢસો’વર્ષની ઉજવણી ચાલે છે. ગુજરાત રાજય સરકારે અને ભારત સરકારે પણ તા. ૨-૧૦-૨૦૧૮ થી તા. ૩૧-૩-૨૦૨૦ સુધી ‘મહાત્મા ગાંધીજી-૧૫૦’ ઉજવવા ઠરાવ્યું છે અને રાજય અને કેન્દ્ર કક્ષાએ કમીટી રચી છે. તેની સાથે જગત માતા કસ્તુરબાના જન્મનું દોઢસોમું વર્ષ પણ બેસશે.

દર વર્ષની જેમ રજી ઓકટોબર-૨૦૧૯ થી દેશમાં ગુજરાતમાં ખાદી વેચાણ ઝુંબેશ શરુ થશે. આ વર્ષે ગુજરાતની સંસ્થાઓએ નકકી કર્યુ છે તેમ કેન્દ્ર અને રાજય સરકારની એમ.ડી.એ. યોજનાની મદદ અને સંસ્થાઓના પોતાના વ્યવસ્થા ખર્ચમાંથી ગ્રાહકોને વળતર અપાશે. સુતી, ઉની, રેશમ ખાદી અને પોલીસસ્ત્ર ઉપર ગુજરાતની ખાદી ઉપર ૨૦ ટકા અને પરપ્રાંતની ખાદી ઉપર ૧૦ ટકા વળરત તા. ૩૧-૩-૨૦૨૦ સુધી આપશે. મુખ્યમંત્રીએ ગાંધી ૧પ૦મીની ઉજવણીના ભાગરુપે રાજય સરકારની એમ.ડી.એ. યોજનાનું ૧૦ ટકા વળતર ઉત્૫ાદન ઉપર મળે છે તે અને બાજુ વધારાનું ૧૦ વળતર તા. ૨-૧૦-૨૦૧૯ થી ૩૧-૧૨-૨૦૧૯ સુધી ગ્રાહકોને આપવાનું નકકી કર્યુ છે તેનો આમા સમાવેશ થઇ જાય છે. મુખ્યમંત્રીએ ગુજરાતના ખાદી ચાહકો માટે અને કતિન- વણકરોની રોજી સુરક્ષિત અને વધારવા માટે આ રીબેટની જાહેરાત કરી છે તેથી ગુજરાતની તમામ ખાદી ગ્રામોદ્યોગનું કામ કરતી સંસ્થાઓ અને આ સંસ્થાઓનું રચાયેલ ફેડરેશન મુખ્યમંત્રી અને ગુજરાત સરકારનો આભાર પ્રદર્શિત કરે છે.

સૌરાષ્ટ્ર રચનાત્મક સમીતીના રાજકોટ, જામનગર, જેતપુર, જુનાગઢ, વેરાવળ, માંગરોળ, જામખંભાળીયા, લીંબડી, સુરેન્દ્રનગર ગાંધીનગર, અમદાવાદ અને પાલનપુરના ભવન ભંડારોમાંથી સુતી, રેશમ અને ગરમ ખાદીની ખરીદી ઉપર આ વળતર અપાશે. અમને વિશ્ર્વાસ છે કે રાજય સરકાર, સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ, સહકારી અને શૈક્ષણીક સંસ્થાઓ રાજકીય પક્ષો, નાગરીકો, વિઘાર્થી ભાઇઓ-બહેનો, નાના-મોટા આૌદ્યોગિક ગૃહો વગેરે સૌ અમારા ભવન ભંડારો પરથી ખાદી ખરીદી આ રાષ્ટ્રીય વિચારને અનુમોદન કરશે.

ગાંધીજીએ સુતરને તાંતણે સ્વરાજની વાત કરી. કેવળ ભારતે જ નહીં પણ વિશ્ર્વે પણ જોયું કે ગાંધીજીએ અહિંસાના પ્રતિક જેવી ખાદીદ્વારા સત્યાગ્રહ અને અહિંસક ક્રાંતિથી સ્વરાજ પ્રાપ્ત કરાવી નવો ઇતિહાસ રચ્યો. જે ખાદીએ આપણને આઝાદી અપાવી તે જ ખાદી સ્વરાજમાં આથિક આબાદી, ગ્રામોત્થાન અને બેકારી હટાવવાની શકિત ધરાવે છે. વિકેન્દ્રીત અર્થરચના અને ગામડામાં પેદા થતાં કાચામાલને, જંગલમાં પેદા થતાં કાચા માલને પાકો બનાવવો અને દરેક હાથને કામ આપી બેકાર મનને ખોટા વિચારો છોડીને માસ ઉત્પાદન બાય માસીસ ના પ્રતિક સમી ખાદીને અપનાવીએ ખાદી એ વસ્ત્ર છે. ખાદી અને ગ્રામોદ્યોગ એ હજારો નવરા હાથ અને મનને કામ આપવા, રોજી આપવા અને પર્યાવરણને પ્રદુષિત ન બનાવી પર્યાવરણમિત્ર તરીકેનો એક ભવ્ય વિચાર છે. તેથી જ ખાદી કેવળ વસ્ત્ર નહિં વિચાર છે. તેમ કહીએ છીએ.

આપ એક રૂપિયાની ખાદી ખરીદશો તો માંથી ૦.૨૫ પૈસા કપાસ ઉગાડનાર કિસાનોને મળશે, ૦.૫૦ પૈસા કતિન અને વણરના ખીસ્સામાં જશે. અને ૦.૨૫ પૈસા રંગાઇ- ધોલાઇ ખાદી ઉત્પાદન વેચાણ કરનાર વગેરે આમાં રોકાયેલાને રોજી આપશે. આ એક રૂપિયામાં કોઇ ધનનો  સંચય થશે નહિં, સમાન વિતરણ થશે. પર્યાવરણને કોઇ નુકશાન નહિ પહોંચે અને સૌ કામ કરનાર હાથને કામ અને રોજી મળશે.

ખાદીમાં પણ ડિઝાઇનર બહેનો માટે વિશેષ કરીને બહેનોના પોષાક સિલાઇ કરાવીને અને નવા આકર્ષક બોક્ષ પેકીંગમાં નવી ડિઝાઇન સાથે મુકીએ છીએ. તેમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમીતીના સ્ફૂર્તિ ઉત્પાદનના પાંચ-છ કલરના ડેનમ કલોથના પેન્ટ, કોટી પ્રખ્યાત છે. એપ્રીલથી સપ્ટેમ્બર સુધીમાં જયારે ગાંધી જયંતિથી ૩૧ માર્ચ સુધી ખાદીના છુટક વેચાણ પુરતુ વિશેષ વળતર અપાતું નથી ત્યારે પણ સમીતીના ભવન- ભંડારોમાં આ ગાળામાં ર૦ ટકા જેવું વેચાણ વધુ રહ્યું છે. તે બતાવે વે કે પર્યાવરણ મિત્ર ખાદી તરફ આમ જનતાનો જોક વધી ગયો છે. તેમાં પણ યુવાન ભાઇઓ બહેનોની ખરીદી ૬૦ ટકા, ૭૦ ટકા થી વધારે છે.

ગાંધી જયંતિને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેઓની માસિક ‘મન કી બાત’માં અપીલ કરતા આગલા વર્ષે જણાવેલું છે કે, આગામી રજી ઓકટોબર મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ છે. સ્વચ્છ ભારત મિશન ને પાંચ વર્ષ પુરા થાય છ. હું ગાંધી જયંતિથી દિવાળી સુધી ખાદીની કોઇને કોઇ ખરીદી કરવા આગ્રહ કરું છું. આ વખતે પણ મારો આગ્રહ છે કે દરેક પરિવારમાં કોઇ ને કોઇ ખાદીની ચીજ ખરીદાવી જોઇએ. તેમજ અઠવાડીયામાં એક દિવસ ખાદી પહેરવી તો જ ગરીબના ઘરમાં દિવાળીનો દિવો પ્રગટી શકે.

સૌરાષ્ટ્ર રચાનાત્મક સમીતી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તેમના ખાદી ભવન અને ભંડારો દ્વારા સમીતી દ્વારા ઉત્પાદન થતા રૂા ૫.૫૦ કરોડની ખાદી અને એટલી જ કિંમતના ગ્રામોદ્યોગના ન્હાવા- ધોવાના સાબુ, શેમ્પુ, લીકવીડ શોપ, ઘાણીનું તેલ, મસાલા, સ્ટીલ વુડન ફર્નીચર અને અન્ય ઉત્પાદનો દ્વારા ર૦૦૦ થી વધુ લોકોને સ્વરોજીનું નિમીત બને છે. તેના ઉત્યાદનાો સમીતીના ખાદી ગ્રામોદ્યોગ ભવન ભંડારોમાં ઉપલબ્ધ છે. પ્રેમ અને ભાઇચારાના પ્રતિકરુપ અને ગરીબી રેખા નીચે રહેલ વ્યકિતને દૈનિક રૂા ૧૦૦/- થી ૨૦૦/- ની કમાણી આપતી ખાદી ખરીદો એી સૌરાષ્ટ્ર રચનાત્મક સમીતીની જાહેર જનતાને અપીલ છે. રજી ઓકટોબર-૨૦૧૯ ના રોજ સમીતીના બધા જ ખાદીભવન-ભંડારો ખુલા રાખીને વેચાણ કરાશે. દિવાળી સુધી સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮.૩૦ વાગ્યા સુધી વેચાણ ચાલુ રહેશે. એવી જ રીતે દિવાળી સુધીમાં આવતા તા. ૬,૨૦,૨૭ ઓકટોબર રવિવારની સાપ્તાહિક રજાના દિવસોએ વેચાણ ચાલુ રાખશે. દશેરાએ સમીતીના અમદાવાદા વિભાગના તમામ ભંડારોમાં રજા રહેશે. જયારે સૌરાષ્ટ્રના રાજકોટ સહીત તમામ ભવન ભંડારોનું કામકાજ ચાલુ રહેશે.

સૌરાષ્ટ રચનાત્મક સમીતી  જણાવે છે કે: અમે જે સંકલ્પ કર્યો છે તે મુજબ ખાદી શતાબ્કિ વર્ષમાં અમારું ત્રિકોણ બાગ પાસેનું ખાદી ભવન અને ગાંધીનગર ખાતેનું સેકટર ૧૬માં આવેલું ખાદી ભવન અને અમદાવાદમાં આવેલ ખાદી સરિતા તેમજ પાલનપુરમાં આવેલ ખાદી ગ્રામોદ્યોગ ભંડાર વાતાનુકુલિત કરવામાં આવ્યા છે. હાલમા પાલનપુરમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભંડાર ખાદી ભવન જે રૂા ચાલીસ લાખના ખર્ચે નવનિર્મિત કર્યુ છે. તે વાતાનુકુલિત ભવનનું તા. ૨૮-૯-૨૦૧૯ ના રોજ દેશના અગ્રગણ્ય ખાદી સેવક અને સમીતીના પ્રમુખ દેવેન્દ્રભાઇ દેસાઇના હસ્તે ઉદધાટન કર્યુ છે. જેથી લોકો ભીડમાં પણ ખાદી અને ગ્રામોદ્યોગની ગુણવત્તાસભર અને અમારા ન્હાવા, ધોવાના સાબુ, લીકવીડ શોપ અને ડિટર્જન્ટ સાબુ જે આઇએસઓ માર્ક ધરાવે છે. તે તેમજ ખાદીમાં ડિઝાઇનવાળા બોક્ષ પેકીંગમાં તૈયાર યુવાનોને આકર્ષે તેવા ખાદીના પોષાકો અને બહેનોના પોષાકો મેળવી શકશે.

સૌરાષ્ટ્ર રચનાત્મક સમીતીને સને ૨૦૧૮-૧૯ ના વર્ષમાં રૂપિયા સાત કરોડના ખાદી વેચાણનો લક્ષ્યાંક રાખ્યો હતો. તેની સામે રૂા ૭.૪૧ કરોડ ઉપર વેચાણ થયું છે. એ માટે ખાદી ચાહક અને ખાદી પ્રેમી ગ્રાહકોના સૌરાષ્ટ્ર રચનાત્મક સમીતી અંતે આભાર માન્યો હતો.