Abtak Media Google News

ઘોઘામાં બે ઈંચ, જેસરમાં દોઢ ઇંચ ખાબકયો

સૌરાષ્ટ્રમાં આજી મેઘ વિરામ જેવો માહોલ રહેશે. ગઈકાલે મોટાભાગના તાલુકાઓમાં આંશિક મેઘવિરામ જોવા મળ્યો હતો. રાજુલામાં ૬ કલાકમાં સાંબેલાધારે ૮ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો ભાવનગરના ઘોઘામાં ૨ ઈંચ અને જેસરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૦૨ તાલુકામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજી ડિપ્રેશન સંપૂર્ણપર્ણે નબળુ પડી દરિયામાં સમેટાઈ ગયું હોય. મેઘરાજા વિરામ લે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજુલા પંથકમાં મંગળવારે બપોરબાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો અને મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ૧૮૮ મીલીમીટર એટલે કે આઠ ઈંચ જેટલો વરસાદ પડતા આખાએ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાયેલ હતી અને રાજુલા વિસ્તારના બંને ડેમ એટલે કે ધાતરવડી નંબર એક અને ધાતરવડી નંબર ૨ બંને ડેમો છલકાય ગયેલ છે જેમાં ધાતરવડી નંબર ૨ ના ચાર દરવાજા ખોલવામાં આવેલ હતા જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં નદીમાં પૂર આવેલ હતા. તેમજ મેઘરાજાની તોફાની બેટિંગ ને કારણે ભેરાય પીપાવાવ પોર્ટ નો રોડ સદંતર બંધ થઈ ગયેલ હતો. વરસાદ રહ્યા બાદ ૨:૦૦ કલાકે ફરી શરૂ થયેલ હતો.

તેમજ આ વરસાદને કારણે સમગ્ર રાજુલા તાલુકાના ખેડૂતોને કરોડોનું નુકસાન થયેલ છે. અને ખેતી પાકો સદંતર નિષ્ફળ જવાની પુરી સંભાવના છે. અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. આ વરસાદને કારણે રાજુલા શહેરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવ બનવા પામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.