Abtak Media Google News

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ની સ્થાપના વર્ષ 2001 માં કરવામાં આવી જેમાં સ્થાપક પ્રમુખ તરીકે પરાગ તેજૂરા અને અન્ય હોદ્દેદારો તરીકે પદુભાઇ રાયચુરા , મહેશ નગદીયા , ભુપતભાઇ છાંટબાર, પ્રભુદાસભાઇ  તન્ના, રાજુભાઈ સંઘવી, સુરેશ તન્ના, બિપિન સિદ્ધપુર, કિશોર પટેલ, અનિલ કારિયા વગેરે એ સક્રિય ભૂમિકા ભજવેલ.

સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મહામંડળના સફળ પ્રયત્નો થકી જ વિદેશી રોકાણકારોનું રાજકોટમાં મન લાગ્યું

મહામંડળની 2015થી શરૂ થયેલ મહેનત રંગ લાવી વિદેશી ઉદ્યોગકારોના રોકાણથી નિકાસમાં હાથીના પગ જેવી થઇ આવક

સંસ્થાનો મૂળભૂત હેતુ સૌરાષ્ટ્ર કચ્છ ના સર્વાંગી વિકાશ અને મૂળભૂત પાયાના પ્રશ્નો હલ કરવાનો રહ્યો છે. છેલ્લા 22 વર્ષ ના ગાળામાં પરચુરણની અછત, જકાત નાબુદી, વેટ સામેની લડત, સૌરાષ્ટ્ર વોટર ગ્રીડ યોજના, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, ટેક્સટાઇલ પોલિસી, નારિયેળી ના વાવેતરની યોજના, આઈ.ટી પાર્ક, એક્ઝિબિશન અને ક્ધવેનશન સેન્ટર, સહિતના અનેક પ્રશ્નો બાબત અભ્યાષપૂર્ણ રજૂઆતો કરવામાં આવેલ અને મોટાભાગના પ્રશ્નો હલ કરવામાં સફળતા પણ મેળવેલ છે.

વર્ષ 2015 માં સંસ્થા દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ ને એક આગવી વૈશ્વિક ઓળખ મળે, નાના માં નાના ઉત્પાદકો ને નિકાશ વેપારની તક મળે તે માટે એસ.વી.યુ.. એમ. આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન શરુ કરવામાં આવ્યું. 2015 થી 2023 સુધીમાં કુલ 9 વેપાર મેળા નું આયોજન થયું જેમાં લગભગ 60 દેશોમાંથી 1000 કરતા વધુ બિઝનેસ ડેલિગેટ્સ રાજકોટ આવ્યા. હજારો કરોડ નો નિકાસ વેપાર શરુ થયો અને મોટી સંખ્યા માં વિદેશી ગ્રાહકો રાજકોટ આવતા થયા. નાના નાના ઉદ્યોગકારો અને નિકાસકારો કે જે વિદેશમાં જઈને મોટા ખર્ચ કરીને માર્કેટિંગ કરી સકતા નથી તેમને ઘર આંગણે નજીવા દરે નિકાસ વેપાર વધારવાની તક મળી. 9 વર્ષ દરમ્યાન 4 દેશોના મિનિસ્ટર અને 35 જેટલા દેશોના હાઇ કમિશ્નર/એમ્બેસેડર અને ડિપ્લોમેટ્સ પણ રાજકોટ આવ્યા.

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તારીખ 11 થી 13 ફેબ્રુઆરી 2024 દરમ્યાન એન.એસ.આઈ.સી ગ્રાઉન્ડ, 80 ફૂટ નો રોડ, અમુલ સર્કલ ખાતે એસ.વી.યુ.એમ. 2024 આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ભવ્ય આયોજન સતત 10 મી વખત થવા જઈ રહ્યું છે. આ વેપાર મેળામાં સ્થાનિક અને રાજ્ય/રાષ્ટ્રીય કક્ષા એથી લગભગ 20 થી 25 હજાર  મુલાકાતીઓ મુલાકાત લેશે. 30 કરતા વધુ દેશો માંથી 200 કરતા વધુ બિઝનેસમેન પણ ભાગ લ્યે તેવી સંભાવના છે.  પ્રદર્શન માં પ્રવેશ વિના મુલ્યે રહેશે પરંતુ પ્રવેશ માટે બિઝનેસ કાર્ડ સાથે હોવું જરૂરી રહેશે. પ્રદર્શન નો સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી નો રહેશે.

એસ.વી.યુ.એમ.  આંતરરાષ્ટ્રીય વેપાર મેળો એક માત્ર સફળ અને પરિણામ દાયક છે જેમાં આજ સુધીમાં 60 જેટલા દેશોમાંથી 1000 કરતા વધુ ગ્રાહકો આવી ચુક્યા છે અને હજારો કરોડ નો નિકાસ વેપાર પણ થયો છે.

એસ.વી.યુ.એમ 2024 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા માં વિદેશ ના દેશો જેમકે ઘાના , સુદાન, બુર્કિનાફાસો, ટોગો, તાન્ઝાનિયા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, યુગાન્ડા, કેન્યા, સેનેગલ, કોંગો, ગેબોન, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, સહીત ના 30 કરતા વધુ દેશો માંથી 200 કરતા વધુ ડેલિગેટ્સ / બિઝનેસમેન મુલાકાત લેશે. તેઓ 5 દિવસ રાજકોટ રોકાશે અને વિવિધ ફેક્ટરીઓની મુલાકાત પણ લેશે.

આ પ્રદર્શન માં સ્થાનિક 100 થી વધુ  કંપનીઓ ભાગ લેશે અને વિદેશી કંપનીઓ સાથે પોતાના બિઝનેસ ગોઠવશે. સંસ્થા દ્વારા નિકાસ વેપાર વૃદ્ધિ ના લાભ નાના માં નાના ઉદ્યોગો ને મળે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ખુબજ ઓછા અથવા નજીવા ખર્ચે આંતરરાષ્ટ્રીય વેપાર વૃદ્ધિ ની તક એક માત્ર એસ.વી.યુ.એમ 2024 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા દ્વારા મળી રહી છે .

સૌરાષ્ટ્ર કચ્છ ના ઉત્પાદકોને વિદેશ વ્યાપાર વિકસાવવાની ઘર આંગણે તક આ એક માત્ર વેપાર મેળા દ્વારા મળે છે, અનેક દેશોના બિઝનેસમેન ઘર આંગણે આવે, પ્રદર્શન ની મુલાકાત લ્યે, મિટિંગો કરે અને ફેક્ટરી વિઝીટ પણ કરે એટલે ગ્રાહક તરીકે તેની અંદર સંપૂર્ણ વિશ્વાસ ઉભો થાય છે.

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા છેલ્લા આઠ વર્ષ માં કુલ નવ આંતરરાષ્ટ્રીય વેપાર મેળા, બે બિઝનેસ સમિટ, બે આંતરરાષ્ટ્રીય બી 2 બી મીટ અને 10 દેશોના વિવિધ ડેલિગેશન ના આયોજન માં તમામ કુલ ખર્ચ લગભગ 7 કરોડ કરવામાં આવેલ છે જે કદાચ સૌથી વધુ કરકસર યુક્ત અને તેનાથી વિશેષ સૌથી સફળ અને પરિણામ લક્ષી આયોજન કહી શકાય. વિવિધ પાંત્રીસ કરતા વધુ દેશ ના એમ્બેસેડર, ડિપ્લોમેટ અને હાઈ કમિશ્નર દ્વારા સૌરાષ્ટ્રની લગભગ 300 જેટલી ફેક્ટરીઓ ની મુલાકાત લેવામાં આવી

સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય મેળા દરમ્યાન આફ્રિકા માં ખેતી માટે માર્ગદર્શન આપતા સેમિનારો કરવામાં આવે છે જેમાં આફ્રિકા થી આવેલ પ્રતિનિધિઓ અને સ્થાનિક ખેડૂતો સાથે વાર્તાલાપ દ્વારા માહિતી આદાનપ્રદાન કરવામાં આવે છે. આ પ્રવૃત્તિના ફળ સ્વરૂપે આજે ગુજરાતના અનેક ખેડૂતો એ લાખો એકર જમીનમાં આફ્રિકામાં ખેતી શરુ કરેલ છે.

યુગાન્ડા માં પ્રથમ મેક ઈન ઇન્ડિયા હોલસેલ મોલ એસ.વી.યુ.એમ અને ટોમીલ ગ્રુપ (યુગાન્ડા)

વિદેશમાં મેક ઈન ઇન્ડિયા મોલ શરુ કરવા માટે પણ અમે પ્રયત્નશીલ છીએ. આગામી તારીખ 11થી 13 ફેબ્રુઆરી 2024 ના યોજાનાર આંતરરાષ્ટ્રીય વેપાર મેળા દરમ્યાન યુગાન્ડા માં પ્રથમ મેક ઈન ઇન્ડિયા હોલસેલ મોલ એસ.વી.યુ.એમ અને ટોમીલ ગ્રુપ (યુગાન્ડા) દ્વારા સંયુક્ત રીતે શરુ કરવામાં માટે એમ.ઓ.યુ. કરવામાં આવશે. આ હોલસેલ મોલ દ્વારા પ્રથમ તબક્કા માં એસ.વી.યુ.એમ 2024 આંતરરાષ્ટ્રીય વેપાર મેલા માં ભાગ લેનાર ઉત્પાદકોને ખુબજ નજીવા ખર્ચે આ મોલમાં પોતાની પ્રોડક્ટ્સ ડિસપ્લે કરવાનો, માર્કેટિંગ કરવાનો અને તે દ્વારા નિકાશ કરવાનો અવસર પ્રાપ્ત થશે

ચીન ના અનેક ઉત્પાદનો ના ભાવ આપણા ઉત્પાદનો કરતા ઓછા હોવાને કારણે આપણે નિકાસમાં પાછળ છીએ પરંતુ જે ઉત્પાદનો માટે ની મશીનરીઓ, રો મટીરીયલ, ટેક્નોલોજી અને તે માટેના કુશળ કારીગરો આપણે પુરા પાડીને અલ્પવિકસિત કે વિકાશશીલ દેશમાં આવા પ્રકારના ઉત્પાદનો શરુ કરાવીએ તો તેના અનેક ફાયદાઓ દેશને મળી શકે જેમકે મશીનરી ની નિકાસ, ટેક્નોલોજીની નિકાસ, આપણા કારીગરોને ત્યાં રોજગાર, ચીન ના ઉત્પાદનો નું તે દેશો માં વેચાણ ઘટે, આપણી જે તે દેશ માં રાજકીય અને આર્થિક વગ વધે, આપણી નિકાસ માં વૃદ્ધિ થાય વગેરે વગેરે.

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ આગામી તારીખ 11થી 13 ફેબ્રુઆરી 2024 દરમ્યાન 10મોં એસ.વી.યુ.એમ. 2024 આંતર રાષ્ટ્રીય વેપાર મેળો યોજવામાં આવનાર છે. આ વખતે આફ્રિકા અને સાઉથ ઇસ્ટ એશિયાના 30 જેટલાદેશોમાંથી200 કરતાવધુ ડેલિગેટ્સ આવવાની સંભાવના છે. ગુજરાત સરકારની એમડીએ સ્કીમ અંતર્ગત ઉત્પાદક એકમોને ફક્ત નજીવી કિંમતે સ્ટોલ મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.