Abtak Media Google News

મિત્રોં! આ વખતે બહુ ગભરાવાની જરૂર નથી, મોદીજીએ પુરતો સમય આપ્યો છે, તમને ઉંધતા ઝડપાયા હોવાનો ભય નહીં લાગે. બેશક બજારમાં તમે દુકાનદાર સામે 2000 રૂપયાની નોટ કાઢશો તો સામે વાળો તેને સ્વીકારવાની ના પાડી શકે છે. પણ બેંકવાળા ના નથી પાડવાનાં અને સમય ઘણો લાંબો છૈ તેથી લાંબી લાઇનો પણ લાગવાની નથી.

સરકારે 2000 રૂપિયાની કરન્સી નોટ બજારમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તે ધીમે-ધીમે થશે અને અહીં 500/1000 વાળી નથી થઇ. યાદ કરો કે નવેમ્બર-16 માં બરાબર દિવાળીનાં દિવસો પુરા થયા હતા અને અચાનક રાતે ટી.વી ઉપર આવીને જણાવાયું હતું કે આજે રાત્રે 12:00 વાગ્યાથી આ ચલણી નોટો ઉપોર પ્રતિબંધ લાદવામાં આવે છૈ. આ વખતે પ્રતિબંધ લદાયો નથી, 2000 ની નોટને બજારમાંથી પાછી ખેંચવામાં આવી છે. બન્ને વચ્ચેનો તફાવત ધરતીકંપનાં જોરદાર આંચકા અને ચાલતા સ્કુટરે લગાવેલી જોરદાર બ્રેકથી લાગતા આંચકાનાં તફાવત જેટલો છે.

વિગતો ટૂકમાં જોઇએ તો 30 મી સપ્ટેમ્બર સુધી ભારતીયો તેમની પાસે રહેલી 2000 રૂપિયાની ચલણી નોટ બેંકમાં જઇને 20,000 રૂપિયા સુધીની લિમીટમાં બદલી શકશે. આ સુવિધા ગ્રાહકને લાંબી લાઇનોથી બચાવી લેશે. બાકી હોય તો 30 મી સપ્ટેમ્બર-23 પછી આ ચલણી નોટોનું શું તેની ખાસ સ્પષ્ટતા થઇ નથી. પણ કહેવાય છે કે ત્યારબાદ પણ 2000 ની નોટની કાયદેસરતા તો યથાવત રહેશે. મતલબ સરકાર 2000 રૂપિયાની નોટ કરતાં બજારમાં કાળાનાણાંની અને નકલી કરન્સીનો ફેલાવો વધારી રહેલી અમુક  ખોટી અને મોટી નોટ ના વિરોધમાં છે.

આંકડા જોઇએ તો હાલમાં દેશમાં ફરતી કુલ ચલણી નોટનો 10.8 ટકા જેટલો હિસ્સો 2000 ની નોટનો છે. જે 2018 માં 37.3 ટકા જેટલો હતો. હવે બેંકો ગ્રાહકોને નવી 2000 ની નોટ આપશૈ નહીં, હવે શું આમ તો છૈલ્લા બે વર્ષથી અઝખ મશીનમાં નાણા કઢાવતી વખતે ભાગ્યે જ 2000 રૂપિયાની નોટ મળતી હતી. એટલે આ અંગેનાં પગલાં લેવાની શરૂઆત તો ઘણા સમયથી થઇ જ ગઇ હતી. જ્યારે 500/1000 ની નોટ બંધ થઇ ત્યારે બજારમાં 86 ટકા કરન્સી ફરતી હતી. રિઝર્વ બેંકે 2016 માં 3.7 અબજ 2000 ની નોટ છાપી હતી. જેની કિંમત 7.4 ટ્રિલિયન રૂપિયા જેટલી થતી હતી. કહેવાય છે કે સરકારે 2018 થી જ 2000 રૂપિોયાની નવી નોટ છાપવાનું બંધ કરી દીધું છે. બાકી હોય તો 2021-22 માં 2000 રૂપિયાની 13604 નકલી નોટ પકડાઇ છૈ. જે અગાઉનાં વર્ષમાં  પકડાયેલી નોટ કરતા 54 ટકા જેટલો વધારો દેખાડે છૈ. મતલબ કે સરકારે નોંધ્યું છે કે બજારમાં 2000 ની  નકલી નોટ વધી રહી છે. જેને ડામવા માટે આ પગલું લેવાયું હોઇ શકે.

સવાલ એ છે કે અ ત્યારે જ બંધ કરવાનો નિર્ણય શા માટે? ભલે રિઝર્વ બેંક ન કહે પણ સમજી શકાય છે કે આગામી છ મહિનામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા છત્તીસ ગઢમાં વિધાનસભાની અને ત્યારબાદ 2024 માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. કર્ણાટકમાં પછડાટ ખાધા બાદ હવે દિલ્હીમાં બેઠેલા  ચાણક્યો વિરોધીઓને નાણાનાં કોથળા આપનારાઓને સાણસામાં લેવાની વેતરણમાં હશે. હવે આગામી ચાર મહિનામાં કોણ કેટલા રૂપિયા જમા કરાવે છે તેના ઉપર બાજનજર રાખવામાં આવશૈ અને તેમને સાણસામાં લઇને ગેમ કરવામાં આવશૈ. કારણ કે આ ગાળામાં નકલી નોટો પણ મોટાપાયે બજારમાં એન્ટ્રી કરતી હોય છૈ.

હવે દેશની ઇકોનોમી ઉપર પડનારી અસર જોઇએ. આમ તો બજારમાં 90 ટકા જેટલી અન્ય કરન્સીનોટ ઉપલબ્ધ હોવાથી નાણાભીડ ઉભી થવાના ચાન્સ ઓછા છૈ. અર્થશાસ્ત્રીઓ કહે છૈ કે બેંકોમાં 2000 ની કરન્સી ડિપોઝીટ થશે એટલે બેંકોની લિક્વીડીટીમાં વધારો થશે અને તિજોરીઓ ખાલી થશે. હવે ડિપોઝીટનાં વ્યાજદરમાં પણ ફેરફાર થઇ શકે છે.

ગત વખતે 500/1000 ની નોટ બંધ થઇ ત્યારબાદ ફોન પે, પેટીઐમ અને જી-પે જેવા ડિજીટલ ટ્રાન્ઝક્સનમાં ભારે ઉછાળો આવ્યો છે. તેથી હવે નાણાકિય વ્યવહારો ખોરવાઇ જવાની મોટી ચિંતા નહીં રહે. આમછતાં કûષિ વ્યવસાય અને ક્ધસ્ટ્રક્શન વ્યવસાયમાં રોકડાની મોટી લેણ-દેણ થતી હોય છે. આવા સેક્ટરને હાલાકીનો સામનો કરવો પડશે. નિષ્ણાંતો અન્ય એક તર્ક અવો પોણ આપે છે કે જે લોકો મોટા પ્રમાણમાં આવી નોટ ઘરાવતા હોય છે તેઓ આ નોટને બેંકમાં ભરવાને બદલે આડેધડ ખરીદી કરી લેવાનું પસંદ કરશે. જે બજારમાં નાણાને ફરતા કરશૈ. સરકારની જાહેરાત બાદ 2000 રૂપિયાની નોટ સામે સોનાનાં વેચાણમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

જો કે એક વાત નક્કી છે કે આ જાહેરાત બાદ દેશમાં રોકડાનાં વ્યવહારમાં વિશેષ ઘટાડો જોવા મળશે. આમેય તે રિઝર્વ બેંક અગાઉ ક્લિન નોટ પોલીસી ની હિમાયત કરી ચુકી છે. યુ કેમાં પોલિમરની કરન્સીનો ક્ધસેપ્ટ આવ્યો જ છે જે ચલણી નોટની સેલ્ફ લાઇફ અને અસલિયત માટે ઘણી જ અસરકારક સાબિત થયો છે. યાદ રહે કે અમેરિકામાં સૌથી મોટી ચલણી નોટ 100 ડોલરની જ છૈ. ટૂંકમાં કહીએ તો 2000 ની નોટ અંગેના હાલના સરકારી નિર્ણયથી કદાચ ઇકોનોમીને કામચલાઉ  શરદી થઇ શકે પણ  કોવિડ-19 ના ભયમાં જીવવાની જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.